Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ

Share

સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

બોરોસિલ રિન્યૂએબલ્સના દ્વારા ૧૦૦૦ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરી જળસંચય પ્રવૃત્તિમાં ઉમદા યોગદાન આપશે

Advertisement
ભરૂચ
ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ હસ્તે  લોકાર્પણ કરાયું હતું.
          આ પ્રસંગેજળસંરક્ષણવિદમયંક ગાંધી દ્વારા બોરોસિલ રિન્યૂએબલ્સ રેનવોટર હાર્વેસ્ટિંગ કેમ્પિયન અંર્તગત ભારતમાં થયેલી પાણી બચાવવાની કામગીરીતેના સ્ટ્રકચર નિર્માણતેના દ્વારા  આવેલા પરિવર્તનની ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ કર્યું હતું.

        કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં કેચ ધ રેઇનઅભિયાનનો પ્રારંભ કર્યો હતોજેનુ મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. વડાપ્રધાન જળસંચય જનસહભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવો જોઈએ.” એ ભાવના સાથે દરેક નાગરિકે પોતાની કર્મભૂમિ,માતૃભૂમિને જળસંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે એના આગ્રહી રહ્યા છે. જળસંચય ક્ષેત્રે વડાપ્રધાનના યોગદાન વિશે મંત્રીએ જણાવ્યું કેગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર યોજના પૂર્ણ કરી સાથે રિવર લિંકિંગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો. અટલજીના સ્વપ્નને પૂર્ણરૂપ આપીને મા નર્મદાના પાણીને સાબરમતી નદી સાથે જોડીને તેનાથી સૌરાષ્ટ્રની નદીઓ,તળાવો અને છેક કચ્છ સુધી પાણી પહોંચાડયું છે.

        તેમણે ઉમેર્યું કેદેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ ખેતરે-ખેતરેગામડે-ગામડેશહેરે-શહેરેવરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે. 

         આ તકે તેમણે કહ્યું કે,  નદીઓ પર મોટા ડેમ બનાવવા માટે ૨૫ વર્ષનો સમય હવે નથી રહ્યો ત્યારે જળસંચય જ એકમાત્ર તેનો ઉપાય છે. જમીનમાં પાણી ઉતારવું સસ્તુ છેપાણી ફરી મેળવવું સહેલુ પણ છે. એટલા જ માટે ૨૦૨૧માં કેચ ધ રેઈનનું આહવાન પ્રધાનમંત્રીએ આપણને આપ્યો હતો. હાલ દેશમાં વડાપ્રધાનના એક આહવાન થકી ૧૬ લાખથી વધુ જળસંચયના સ્ટ્રકચરો ઉભા થયા છે. લોકોને હવે તેની જરૂરીયાત સમજાઈ છે. જળ છે તો જીવન છે જ પરંતુ હવે એ વ્યાખ્યા બદલાતા જલ હે તો કલ હૈ એમ ભારપૂર્વક જણાવ્યું હતું.

      વધુમાંનીતિ આયોગના ડેટા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં પાણી માટે વસમી સ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. ઇતિહાસકારોના મતે આવનારા ભવિષ્યમાં ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. એ યુદ્ધ ભલે પાણી માટે હોયપણ ભારત દેશ યુદ્ધમાં ક્યાંયે નહી હોય. એમ ભાર પૂર્વક જણાવી,આવનારી સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અત્યારથી જળસંચયનું કામ કરી રહી છે. જળસંચય માટે સરકાર સાથે જનભાગીદારીના રૂપમાં પડખે પાણી માટે આપને સોએ જાગૃત થવું જ પડશે. આ પ્રસંગેનવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતીકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું.

          આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાધારાસભ્ય રીતેશભાઈ વસાવા,  આગેવાન મુકેશ પટેલ, પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા,  જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેજળ સંરક્ષણવિદ મયંક ગાંધીબોરોસિલ રિન્યૂએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકા અને વાઇસ ચેરમેન શ્રીવર ખેરુકાબોરોસિલ રિન્યૂએબલ્સના પ્રતિનિધિઓઆગેવાન પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.


Share

Related posts

ભરૂચ : લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

રાજપારડી ગામે ઘર નજીક લટકતો વીજ વાયર અડી જતા ૫૦ વર્ષીય ઇસમનું વીજ કરંટથી ઘટના સ્થળે મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ દુરસ્ત કરવા લાંબા સમયથી પાથરેલ મેટલથી હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!