Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

તડીપાર કર્યા બાદ પણ ન સુધરનારા દહેજના કુખ્યાત આરોપીને પાસામાં ધકેલાયો

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લાના અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે દહેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. બી. ઝાલાએ દહેજના ટાવર ફળિયામાં રહેતાં રાહુલ સુરેશ રાઠોડ સામે પાસાની ફાઇલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટમાં દરખાસ્ત મોકલી હતી. જેને મંજૂરી મળતાં તેને પાસામાં 31મી મેના રોજ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
અત્રે નોંધનિય છે કે, રાહૂલ વસાવા વિરૂદ્ધ 2019 પહેલાં જુગાર, મારામારી સહિતના કુલ 8 ગુના નોંધાયાં હતાં. જેના પગલે તેને 2019માં ભરૂચ્,નર્મદા, વડોદરા અને સુરત જિલ્લામાંથી તડીપાર કરવામાં આવતાં તે અરવલ્લી ખાતે જતો રહ્યો હતો. જોકે, બાદમાં તે પરત આવતાં તેણે પુુન: ગુનાઇત કૃત્યો શરૂ કરી દીધાં હતાં. 2023થી અત્યાર સુધીમાં તેની સામે મારામારીના 2 અને કંપનીઓમાંથી મોઘાદાટ કેમિકલ ચોરી કરવાના કારસાના 4 કેસ નોંધાયાં હતાં. ગુનાઇત પ્રવૃત્તિ બંધ નહીં કરતાં તેની સામે દહેજ પોલીસે પાસાની કવાયત કરી હતી.

Share

Related posts

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં એકની ચપ્પુનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચ્યો…

ProudOfGujarat

ભરૂચ પંથકમાં અચાનક વ્યાજે નાણાં આપનારાઓની દુનિયામાં ગભરાહટ ફેલાય ગયો.જાણો કેમ ??

ProudOfGujarat

બાઈક ચોરો જેલ ભેગા – ભરૂચમાં ચોરીની મોપેડ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!