Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૨૫૫ હેકટર વિસ્તારમાં અંદાજીત ૪,૨૨,૭૫૦ વૃક્ષો વાવીને તેનું જતન કરાશે

Share

પાછલા એક જ વર્ષના સમયગાળામાં ૭ હેકટર જમીનમાં ૭૦ હજાર જેટલા વૃક્ષો વાવી વનકવચ વિકસાવાયા
ભરૂચ.
સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ  તા.૫મી જૂનને પર્યારવણની જાળવણી અને સંરક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. કુદરતી સમૃદ્ધિ, જિલ્લાની જૈવવૈવિધ્યતા, જીવનશૈલી અને પર્યાવરણના મધુર માનવ સંબંધોને કાયમ કરવા વધુ સચેત રહી પર્યાવરણની જાળવણી અને જતન સાથે હર હંમેશ તૈયાર રહેવાની જરૂર જણાય છે.
છેલ્લા ઘણા વર્ષોમાં ભરૂચ જિલ્લા સહિત રાજયના વન વિસ્તારમાં સામાજીક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. આ વન વિસ્તાર વધારવા અને ટકાવી રાખવા ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રની આગેવાનીમાં સામાજીક વનીકરણ વિભાગના પ્રયાસો દ્વારા વૃક્ષારોપણથી લઈ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં પર્યાવરણની જાળવણી અને જતનની વાત કરીએ તો પાછલા એક જ વર્ષમાં હલદરવા ખાતે ૧ હેક્ટર જમીનમાં ૧૦ હજાર રોપાનું વાવતેર, અંકલેશ્વરના છાપરા ગામમાં ૧ હેકટર જમીનમાં ૧૦ હજાર રોપનું વાવેતર, સુરવાડી ગામમાં ૩ હેકટર જમીન વિસ્તારમાં ૩૦ હજાર રોપાનું વાવેતર, ઝઘડીયાના ઉચ્છબ ખાતે ૨ હેકટર જમીનમાં ૨૦ હજાર રોપા મળી એક જ વર્ષના સમયગાળામાં ૭ હેક્ટર જમીનમાં ૭૦ હજાર જેટલા વૃક્ષો વાવી વનકવચ વિકસાવવામાં આવ્યા છે. જે પડતર જમીનને ગાઢ વનમાં પરિવર્તિત કરવામાં અને જૈવ વિવિધતા વધારવામાં મહત્વની ભાગીદારી નોંધાવી રહી છે.
જિલ્લાને હરિયાળો બનાવવા માટે આ વરસે ભરૂચ જિલ્લા સામાજીક વિભાગ દ્વારા કુલ ૨૫૫ હેક્ટર વિસ્તારમાં અંદાજીત ૪,૨૨,૭૫૦ વૃક્ષો રોપશે. વનીકરણ વિભાગે આ વરસે ચોમાસા દરમ્યાન વૃક્ષોના છોડનું વેચાણ કરવા માટે ૭૩.૭૭ લાખ છોડ નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. વન કવચ, ગ્રામ વાટિકા, ઈ.પર્યાવરણ, હરિયાળુ ગામ, પંચરત્ન ગામ પાટીકા, પંચરત્ન અમૃત સરોવર, હરિત વન પથ તેમજ એસ પી.ઈ. જેવા અલગ અલગ મોડલ બનાવી તેમાં વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેનું જતન અને જાળવણી પણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા નાયબ વન સરંક્ષક, સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઈએ ભરૂચ જિલ્લામાં વનકવચ પધ્ધતિથી તૈયાર થતા વનો વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજય દ્વારા ઝડપથી વન વિકસાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી છે જેનું નામ છે વન કવચ, ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પધ્ધતિથી વનો ઉભા કરવામાં આવ્યા છે, જે પર્યાવરયા, પશુ પક્ષીઓ અને વન્યસંપદા માટે ફાયદાકારક સાબિત થશે, ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ ૪ જગ્યાઓ ઉપર ૭ હેક્ટર વિસ્તારમાં વનકવચ પદ્ધતિથી ૭૦ હજાર દેશી રોપાઓના વાવેતર કરાયા છે. ચાલુ વરસે ૨૧ હેક્ટરના વિસ્તારમાં નવી જગ્યાઓ ઉપર વન કવચના માધ્યમથી ૨ લાખ ૧૦ હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે.
આમ ગયા વરસે અલગ અલગ રેન્જમાં ૭ હેક્ટર જમીનમાં ૭૦ હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ, જેમાં અંદાજીત ૧૦૦ થી વધુ પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબધ્ધ વાવેતર કરવામાં આવ્યુ છે. આજે ઉભા કરવામાં આવેલ વન કવચના રોપાને જરૂરી માવજત કરતા હયાત રોપાની ઉંચાઈ વધીને ૧૦ થી ૧૫ ફુટ થઈ ગઈ છે. આટલું જ નહીં જૈવ વિવિધતા પણ ખુબ જોવા મળી રહી છે. જેમાં પતંગિયા અને પંખીઓ અને વન કવચને પોતાના ઘર સ્વરૂપે અપનાવ્યુ છે. ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી રહ્યા છે. આમ વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો ૩૦ ગણા ગાઢ તથા ૧૦ ગણા ઝડપથી વિકસે છે આ પધ્ધતિથી માત્ર ૧ કે ૨ વર્ષમાં જ ગાઢ વન ઉભું કરી જૈવ વિવિધતાનો પણ સાથે વિકાસ કરી શકાય છે.

Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી વિસ્તારમાં ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારત બે વ્યકિતઓના મોત નીપજ્યા

ProudOfGujarat

મહિસાગર: માત્ર પ૦૦ રુપિયાની લાંચ લેતા મહિલા તલાટી ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર – વઢવાણ શહેરનાં માર્ગો પર ડમ્પરો સહિતના ભારે વાહનોમાંથી માલસામાન પડતાં હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!