Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગના લાલ મંટોડી ગામે ઘરની પાછળ ઓરડીમાં જુગાર રમતાં 4 ઝબ્બે : એક ફરાર

Share

ભરૂચ.
નેત્રંગ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં તેમને બાતમી મળી હતી કે, નેત્રંગ લાલ મંટોડી વિસ્તારમાં રહેતો મેહુલ રમણ પરમાર તેના ઘરના પાછળ આવેલી ઓરડીમાં કેટલાંક લોકો સાથે બેસીને જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસની રેડ જોઇને એક શખ્સ ત્યાંથી નાસી છુટ્યો  હતો. પોલીસે સ્થળ પરથી ચાર જુગારિયા કલીમ કરીમ બિસ્મિલ્લા કુરેશી, મહેશ સોમા વસાવા, મજીદ અબ્બાસ કુરેશી તેમજ સલીમ સાનમહમદ મકરાણીને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી દાવપરના તેમજ અંગઝડતીના મળી કુલ 3620 રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતાં. પોલીસને જોઇને ભાગી ગયેલાં શખ્સ અંગે પુછતાં તેનું નામ મેહુલ રમણ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો એક અઠવાડીયામાં કેટલું મોંઘુ થયું ઓઇલ..

ProudOfGujarat

ભરૂચમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર, પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ બાંયો ચઢાવી, કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન.

ProudOfGujarat

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ પણ કેરેલા પીડિતોની વહારે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!