Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્વાનને ભગાડવા મુદ્દે વૃદ્ધ પર બે ભાઇ- એક બહેનનો હુમલો

Share

ભરૂચ શહેરના કુકરવાડા રોડ પર ગોકુલ નગર ખાતેની ઘટના
ભરૂચ.
ભરૂચના કુકરવાડા રોડ પર આવેલાં ગોકુલ નગર ખાતે રહેતાં 69 વર્ષીlય આદમ મહમદ પટેલ સાંજના સમયે બાળકો માટે પડીકા તેમજ અગરબત્તી લેવા માટે નજીકમાં આવેલી એક દુકાને જવા ઘરેની નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેમના ઘરની બાજુમાં રહેતાં યાસીને તેમને અકટકાવી બે દિવસ પહેલાં તમે શ્વાનોને કેમ તગડ્યા હતાં તેમ કહીં તેમની કોલર પકડી ઝઘડો કરવા લાગ્યાં હતાં. મામલો ગરમાતાં ઉશ્કેરાયેલાં યાસીને તેમને તમાચ પણ મારી દીધી હતી. દરમિયાનમાં યાસીનનું ઉપરાણું લઇને તેનો મોટો ભાઇ સાજીદ ઘરમાંથી લોખંડનો પાઇપ લઇને આવ્યાં હતો. બીજી તરફ તેમની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી. સફિયાત્રણેયે ભેગા થઇ 69 વર્ષીય આદમભાઇ પર તેમને હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. સુફિયાએ તેમના માથામાં ઇંટનો ટૂકડો મારી દેતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

જંબુસર ખાતે ૭૪ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા ખાતે કન્યાશાળા અને કુમારશાળાના બાળકો માટેનો પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!