Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું

Share

ભરૂચ જિલ્લામાં આવેલ જળાશયોમાં વ્યક્તિ કે પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

ભરૂચ – સોમવાર – ગૃહ વિભાગ, ગાંધીનગરનાં પત્રથી અત્રેનાં જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ/ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો પ્રસિધ્ધ કરવા તેમજ આ હુકમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવેલ. આમુખ-૨ થી અત્રેનાં જિલ્લાનાં આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબનાં જળાશયોમાં કોઈ પણ વ્યક્તિ/ પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે અત્રે રજુઆત કરેલ છે.

Advertisement

જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ શ્રી ગૌરાંગ મકવાણા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબનાં તમામ 67 ભયજનક સ્થળો ઉપર કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે પ્રતિબંધ મુકવા આથી હુકમ કરુ છું.

અપવાદ:-
જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવે છે.

શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


Share

Related posts

સુરતમાં સિટી બસની ટક્કરે યુવકનું મોત, બીઆરટીએસ રુટ પર બની ઘટના

ProudOfGujarat

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ખાતે આજે વિધાનસભામાં પસાર થયેલા કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને લઈને કાયદાને પગલે આજે આજુબાજુના ગ્રામજનો દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

18 થી 44 વર્ષનાં લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર, કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!