Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુગારની આદત અને પરસ્ત્રી સાથે સંબંધમાં ત્રાસ આપનાર પતિ સામે ફરિયાદ

Share

પતિએ અન્ય સ્ત્રી સાથે સાથે રહેવા સેવા કરાર કરી લીધો
ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં પત્નીએ ફરિયાદ નોંધાવી
ભરૂચ.
અંક્લેશ્વર શહેરના હસ્તી તળવા વિસ્તારમાં રહેતી નેન્સીબેન જેવીન મોદીએ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમને જેવિન સુરેશચંદ્ર મોદી સાથે પ્રેમસંબંધ હોય તેમણે વર્ષ 2017માં સામાજિક રિતી રિવાઝ મુજબ લગ્ન થયાં હતાં. દાંપત્ય જિવનમાં તેમને બ સંતાનોનું સુખ મળ્યું હતું. લગ્નના થોડા સમય બાદ તેના પતિને જુગારની આદત હોઇ તે અવાર નવાર નેન્સી પાસે રૂપિયાની માંગણી કરતો હતો. જે બાબતે તેમની વચ્ચે અવાર નવાર ઝઘડાં થતાં હતાં. દરમિયાનમાં તેને માલુમ પડ્યું હતું કે, તેના પતિને અન્ય કોઇ સ્ત્રી સાથે સંબંધ છે. જેથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેના પતિને ઝઘડિયાની એક દિવ્યા પટેલ નામની પરીણિતા સાથે સંબંધ હતાં.  અરસામાં તેના પતિના મોબાઇલમાં બ્લોક લિસ્ટમાં એક નંબર હોવાનું માલુમ પડતાં તેના પર સંપર્ક કરતાં તે નંબર દિવ્યાના પતિનો હોવાનું જણાયું હતું. દિવ્યાના પતિએ તેને તારો પતિ મારી પત્ની સાથે આડોસંબંધ રાખે છે તેને સમજાવો તેમ કહેતાં સમગ્ર ઘટના અંગે તેણે તેના પતિ જેવીન સાથે વાતચિત કરતાં તેણે તેને માર માર્યો હતો અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. અરસામાં દિવ્યાના પતિએ દવા પી જઇ આપઘાત કરી લેતાં જેવીન અને દિવ્યા વચ્ચેના સંબંધ વધી ગયાં હતાં. નેન્સીના સાસરિયાઓએ પણ જેવીનને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તે સમજ્યો ન હતો. અરસામાં ગ ગત 4 જૂને તેનો પતિ નોકરીએ જવાનું કહીં ઘરેથી નિકળી ગયાં બાદથી તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. જેથી તેમણે દિવ્યાના ભાઇને ફોન કરી પુછતાં તે પણ ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ 12મી જૂને તેના પતિએ તેને ફોન કરી જણાવ્યું હતું કે, તે અને દિવ્યા સાથે છે તેણે તેની સાથે રહેવા માટે સેવા કરાર કર્યાં છે. તારે મારી સાથે રહેવું હોય તો રહે નહીં તો છુટું કરી દે તેવી ધમકી આપી હતી. જેના પગલે આખરે નેન્સીએ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Share

Related posts

ભરૂચના સેગવા ગામમાં દરિયાઇ એજ્યુકેશન શિબિર યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

ProudOfGujarat

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શ્રદ્ધાંજલી અર્પિત કરાઇ.

ProudOfGujarat

વાગરા તાલુકાના આંકોટ ગામે પ્રાથમિક શાળાની દિવાલ બનાવવાનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!