Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

Share

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માહિતી આપવામાં આવી
ભરૂચ

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે જનજાગૃતિ ફેલાવવા ભરૂચ ખાતે પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદ સહાયક ભવિષ્ય નિધિ આયોગની પ્રાંતીય કચેરી – બ્લૂ ચીપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ ખાતે યોજાઈ હતી.
ક્ષેત્રીય આયુક્ત શ્રી ધનવંતસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે શરૂ કરેલી આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં રોજગારની તકો વધારવાનો છે. યોજના હેઠળ નવા કર્મચારીઓને નોકરી પર રાખતા નીઓતાઓને પીએફ યોગદાન માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય મળે છે, જેના કારણે રોજગારદાતાઓ માટે નોકરી આપવી સરળ બને છે.
અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે પત્રકારો દ્વારા યોજનાની વિગતો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે એ ઉદ્દેશ છે, કારણ કે પત્રકારો સમાજ અને સરકાર વચ્ચે પુલરૂપ કાર્ય કરે છે. અંતે અધિકારીએ પત્રકારોને યોજનાના લીફલેટ અને માહિતીપત્રો પણ વિતરણ કર્યા અને નીઓતાઓ તથા યુવાનોને યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી .

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે સૌરાષ્ટ્ર થી તામિલનાડુ કપાસ ની ગાંસડી જતી ટ્રકને ત્રણ અજાણ્યા ઈસમોએ ડ્રાઈવરને માર મારી નાસી છુટયાની ઘટના સામે આવી છે

ProudOfGujarat

ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતાં ૧૩ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

सोशल मीडिया पर मिल रही धमकियों के खिलाफ़ , देशभर की महिलाओंने एकता कपूर को दिया अपना समर्थन !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!