Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા સરપ્રાઈઝ ચેકિંગ, ૫ ટ્રક ઝડપાયા, રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહેખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ, ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે ઝગડિયા તાલુકાના વાઘપુરા રોડભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૫ વાહનો ટ્રક નંબર- (૧) GJ-06-AU-1108 (૨) GJ-03-AZ-1174 (૩) GJ-16-X-8015 (૪) GJ-09-Z-5250 (૫) GJ-06-AT-2413 ને સીઝ કરી કુલ- ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇઝી બિલ્ડકોન સ્ટોકવાઘપુરા રોડખાતે રાખવામાં આવેલ છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે.

   

Advertisement

Share

Related posts

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં પાન-મસાલા અને તમાકુ-ગુટખાના વેચાણ અંગે સરકાર દ્વારા કયો નવો મહત્વપૂર્ણ આદેશ અપાયો.

ProudOfGujarat

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!