Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં પીએમ નરેન્દ્ર મોદીના 75મો જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો

Share

આ ખાસ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન શિબિરમાં યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરવું એ માનવ સેવા માટેનો સર્વોત્તમ દાન ગણાય છે અને ભોલાવ ગામના યુવાનો દ્વારા દર્શાવાયેલી આ સેવાભાવનાએ સૌનું મન જીતી લીધું હતું. આ શિબિર દ્વારા એકંદરે યુવાનો આગળ આવીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.મેડિકલ કેમ્પમાં તબીબો દ્વારા ચકાસણી સાથે વિવિધ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક આગેવાનો તથા ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવોએ ભોલાવ યંગસ્ટર ગ્રુપની આ સેવા પ્રવૃત્તિની હાર્દિક પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો ભવિષ્યમાં વધુને વધુ આયોજિત થાય તે માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ક્રેડાઇ ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ગુજરાત દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ 10 મિલકત ધારકો પર કેસ કરતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!