Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી સંઘવી ઓર્ગેનિક્સ માં લાગેલી આગ બાદ સજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિ ના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Share

પાનોલી જીઆઇડીસી માં આવેલ સંધવી ઓર્ગેનિક કંપની માં છેલ્લા 3-3 દિવસથી સતત આગ લાગી રહી છે. ત્યારે બે દિવસ તો સજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી. સંધવી ઓર્ગેનિક્સ માં લાગેલ આગ બાદ તેના પ્રદુષિત ધુમાડા અને કંપની કંપની માંથી ગેસ રિસાવા ને લઇ સજાલી ગામ લોકો આરોગ્ય પર ખતરો ઉભો થયો હતો અને લોકો એ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી. એટલું જ નહિ ગામ છોડી ને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલી ને જીવ બચાવવા રહેવું પડ્યું હતું સંધવી ઓર્ગેનિક્સ જેવી આગ ની ઘટના વારંવાર સર્જાઈ હે. અને ભૂતકાળ માં પણ આવી ઘટના બની છે. ત્યારે ગેસ લીકેજ જેવી ઘટના માં તાત્કાલિક તપાસ કરવામાં આવે. પર્યાવરણ સુરક્ષા ના નિયમો નું કડક પાલન કરવામાં આવે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ના સ્ત્રોત ની નિયમિત ચકાસણી કરવામાં આવે એન તેના શુદ્ધિકરણ ની વ્યવસ્થા કરવામાં આવે.,ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે., તેમજ પાનોલી જીઆઇડીસી ની સજાલી  ગામ પાસે એન્જીયરીગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે. ત્યારે પાનોલી જીઆઇડીસી માં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થાપાયા નથી તેમજ સંજાલી ગામ આજુબાજુ જે ઉદ્યોગો જે તે ઝોન માં સિફત કરવા ની માગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઇડીસી અધિકારી ને સુપરત કર્યું હતું. સજાલી  ગામ આગેવાન અને પંચાયત સભ્ય શફાકત ભૈયાત, સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. સજાલી ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ઉભું કરવા પણ માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની જી.આઈ.ડી.સી માં ની કમ્પનીઑ માંથી પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે કરાયેલ ભૂતિયા કનેકશન શોધવાની કામગીરી માં વધુ ગેરકાયદેસર ના શંકાસ્પદ કનેકસનો ઝડપાયા….

ProudOfGujarat

લીંબડી ભફૈયા હનુમાનજી મંદિર રોડ પર આવેલ ખેતરમાંથી બે ભેંસોની ચોરી કરી ઇસમ ફરાર

ProudOfGujarat

ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલા ની કુવા વિસ્તાર માં આવેલ તળાવ ફાટતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!