Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 2 બાઈક વચ્ચે અકસ્માત બાદ દેશી દારૂના કોથળા રોડ પર પડ્યા, પોલીસની હાજરીમાં જ દારૂ નદીમાં ફેંકાયો !

Share

અંકલેશ્વર તાલુકાના સંજેલી ગામ ખાતે રહેતા સાવન વસાવા અન્ય એક મહિલા સાથે તેમની બાઈક નંબર GJ 16 DR 2312 પર અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બન્નેને ઇજા પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જનાર બાઈક પર રહેલ દેશી દારૂનો જથ્થો રોડ પર પડ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માત સર્જનાર અને દારૂની હેરાફેરી કરનાર થઈ ગયો હતો.આ મામલામાં એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં જ દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.હાલ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટ અને પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેરોલ ઉપર છૂટયા બાદ પરત ન ફરી ભાગી છૂટેલ એક ભાગેડુ આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Italy’s Fabulous Five: Planning Your Visit To The Cinque Terre

admin

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!