Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઉમા ભવન પાસે રોડ સાઈડ શાકભાજી ભરેલો ટેમ્પો જમીન મા ખૂંપી ગયો હતો. 

Share

રોડને અડોઅડ બનેલી ઘટના ને લઇ ટ્રાફિક જામ સર્જાયો હતો. રોડ બાજુ માં હાલ વરસાદી કાંસ ની કામગીરી ચાલી રહી છે. કાચું પૂરાણ અને વરસાદી માહોલ વચ્ચે માટી માં જ તેમાં ના ટેમ્પા ટાયર ઘુસી જતા ઘટના સર્જાઈ ભરેલો ટેમ્પો ક્રેન થી ખેંચી કાઢવો પડ્યો હતો.

અંકલેશ્વરમાં વરસાદી હેલી હજુ પણ યથાવત છે. આ વચ્ચે તૂટેલા રોડ જ્યાં વાહન ચાલકો માટે મુસીબત બન્યા છે. તો ખાડા ને લઇ ટ્રાફિક જામ ને લઇ વાહન ચાલકો પરેશાન બન્યા છે. આ વચ્ચે ખાસ કરી ને જુના નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રાફિક સમસ્યા નું નિમિત્ત બનેલ ઉમા ભવન ફાટક પાસે વિચિત્ર અકસ્માત પુનઃ ટ્રાફિક ના ભરડામાં લીધું હતું. શાકભાજી ભરેલ એક ટેમ્પો ખાડા અને અન્ય વાહનો બચવા રોડ સાઈડ પર થી નીકળવા ની પેરવી કરી રહ્યો હતો તે દરમિયાન રોડ સાઈડ પર ચાલી રહેલી સ્ટોર્મ વોટર ડ્રેઇન બાજુ માં કાચા પુરાણ માં ટેમ્પો ફસાઈ ગયો હતો. તેના ટાયરો જમીન એક ફૂટ કરતા અંદર ધસી ગયા હતા જેને લઇ ટેમ્પો ખસી પણ ના શકતા ત્યાંજ જામ થઇ ગયો હતો જેને લઇ પુનઃ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસ અને ટેમ્પા સંચાલક દ્વારા ક્રેઈન બોલાવી અંતે ટેમ્પો ખેંચવામાં તે બહાર આવ્યો હતો જે બાદ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની હતી.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat

ઝગડિયા ની નામાંકિત કંપની સેન્ટ ગોબિન ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ઝડપાઈ…

ProudOfGujarat

આણંદ BJPના વોટસઅપ ગૃપમાં અશ્લિલ વિડીયોની લીંકથી ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!