Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજપીપળા ST ડેપોના વહીવટમાં અવ્યવસ્થા: મુસાફરોની હાલાકી, તાત્કાલિક પગલા લેવા લોક માગ ઉઠી…

Share

રાજપીપળાના ST ડેપોનું સંચાલન કથળી ગયું હોવાની અનેક ફરિયાદો ઊઠી રહી છે. બસો સમયસર પહોંચતી ન હોવા, અવારનવાર રસ્તામાં જ બંધ પડી જવા, અને સ્ટાફ સાથે મુસાફરોને થતા ઘર્ષણના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મુસાફરોની મુખ્ય ફરિયાદ છે કે બસો નિયત સમય પર ઉપડતી કે પહોંચતી નથી. આ વિલંબના કારણે લોકોના કામકાજ પર અસર પડે છે. ડેપો મેનેજરે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પોઇચાનો પુલ બંધ હોવાથી બસોને 30 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે, જેના કારણે બસો મોડી પડે છે. જોકે, મુસાફરોનું કહેવું છે કે આ એકમાત્ર કારણ નથી, કારણ કે ઘણીવાર બસો સમયસર ઉપડતી જ નથી અથવા રસ્તામાં જ મોડી પડે છે. રાજપીપળા ST ડેપોનું સંચાલન સુધારવું અત્યંત જરૂરી છે. જો બસોનું યોગ્ય મેન્ટેનન્સ થાય, અને સમયપાલન પર ધ્યાન આપવામાં આવે, તો મુસાફરોની હાલાકી ઓછી થઈ શકે છે. સત્તાધીશો આ મામલે ગંભીરતાથી ધ્યાન આપે અને તાત્કાલિક પગલાં ભરે તેવી લોકો માગ ઉઠવા પામી છે…

બાઈટ ડેપો મેનેજર

Advertisement

Share

Related posts

ભરૂચનાં તબીબ ડૉ.અસ્લમ જહાંએ તેઓની પૂર્વ ટ્રેનિંગ નર્સનાં પતિ વિરુદ્ધ ખંડણી માંગવા અંગે નોંધાવી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહારથી શ્રધ્ધાંજલી આપી.

ProudOfGujarat

નડિયાદની શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનાં બાળકોએ દિવાળીની ઉજવણી શા માટે કરાઇ નાટ્ય સ્વરૂપે રજૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!