Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી

Share

ભરૂચ 
ભરૂચ આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા અને ધાત્રી માતાઓકિશોરીઓ તથા ૬ માસથી ૩ વર્ષનાં બાળકોને ટેક હોમ રાશન (THR) અંગે માહિતી આપવાની સાથે પોષણનું મહત્વ સમજાવવા માટે મિલેટ અને સરગવા જેવી પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું. આ અવસરે લાભાર્થીઓ દ્વારા પોષણ રંગોળી દોરવામાં આવી હતી. જેમાં મિલેટ્સ અને અન્ય ધાન્યનો ઉપયોગ કરીને પોષક તત્વોનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવામાં આવી હતી‌.

Share

Related posts

આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી : જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે પંચમહાલના ગોધરામાં મરેલાને રસી મૂકાઇ !

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે એક જ ફળિયાના બે જુથો બાખડતા કુલ આઠ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરિયાદનો મામલો, ન્યાય નહીં મળે તો આદિવાસીઓ રસ્તા પર આવશે : શેરખાન પઠાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!