Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના ભીલવાડા ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ કરાય.

Share

વાંકલ ::

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માંગરોળના ભીલવાડા ગામે ભૂખીનદી ઉપર પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.પુલનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર ને આપ ના કાર્યકર્તા ઓ કામ ચાલતું હતું.ત્યાં ચાર વ્યક્તિઓ આવ્યા હતા.તેઓ કોન્ટ્રાકટર ને જણાવ્યું હતુકે તમે પુલનું કામ બરાબર કરતાં નથી.જેથી કોન્ટ્રાકટર મનીષભાઈ ઘીવાણી એ ભીલવાડાના સરપંચ સુનિલ વસાવાને જાણ કરતાં ગામના સભ્યો પ્રવીણભાઈ વસાવા,સન્મુખ વસાવા પ્રકાશવાસાવા સાથે સરપંચ સુનિલભાઈ વસાવા કામ ચાલતું હતું ત્યાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સુનિલભાઈએ જણાવ્યુકે તમે ત્યાં કામ શા માટે બંધ કરાવો છો? તેવું જણાવતા અપશબ્દો બોલી તમે પુલનું કામ બરાબર કરતાં નથી. તેવું જણાવેલ જેથી સરપંચે અપશબ્દો ન બોલવા જણાવતા જસવંત વસાવા, રમેશ વસાવા.રહે.ભીલવાડા.સહદેવ વસાવા.રહે.ઝાંખરડા.ઇહીશ બહાબ શેખ.રહે.માંગરોળ એ કહ્યુકે અમારી વચ્ચે તમારે પડવાની જરૂર નથી નહીંતર તમારા હાથ,પગ ભાંગી જીવતા નહીં રહેવા દઉં તેવું જણાવતા ભીલવાડા ના સરપંચ સુનિલ વસાવા એ તેઓની વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.માંગરોળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગરીબોના દુશ્મન – સરકારી અનાજ બારોબાર વેચાણ કરી દેવાનું કૌભાંડ ઝડપાયું, ત્રણની ધરપકડ કરતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

રાષ્ટ્રીય ‘ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાને કેએલજે કંપની દ્વારા રૂ.૭૫ લાખનુ દાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!