Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકામાં વહુ-સાસુ વચ્ચે તણાવ: 181 અભયમ ટીમે પહોંચી સમાધાન કરાવ્યું

Share

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં થી પીડિત મહિલાએ 181 અભયમ પર કૉલ કરી જણાવેલ કે તેમના સાસુ જમવા તેમજ ઘરના કામકાજ ને લઈને ઘરમાંથી નીકળી જવા જણાવે છે. આ સાંભળીને ભરૂચ 181 અભયમ ની ટીમ રેસક્યું વાન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્થળ પર હાજર વહુ અને સાસુ નું કાઉન્સિલીગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.

મહિલાના ફોન બાદ અભયમ ઘટના સ્થળે પહોંચી ત્યાં પીડિત વહુએ જણાવ્યું કે તેમના અરેન્જ મેરેજના છ વર્ષ થવા આવ્યાં એક પાંચ વર્ષનો છોકરો તેમજ એક ત્રણ મહિનાની બાળકી છે તેમજ તેઓ જણાવે છે કે મારા પતિ કંપનીમાં કામકાજ કરે છે તેમજ મારી સાસુ ઘરમાં ઉઠતા વેળા બોલ ચાલ કરે અને કહે કે ઘરમાં પહેલા કામકાજ કચરા પોતું કરવાનું ત્યાર પછી જમવાનુ તેમ કહી વારંવાર કઇંક ને કઇંક બોલ્યા કરે છે જમવાનુ હું પોતે જ કરું છુ છતાં પહલાં કામકાજ પછી જમવા દે. મારે અત્યારે મારા બે છોકરાઓ અને હાલ મારા દિયરની પત્ની ડિલિવરી થતાં ગુજરી ગયા એમનું સાત દિવસનું બાળકનું ધાવણ પણ હું કરાવું અને રાતે ઉજાગરા થાય તેથી કામ વધારે ના થાય પરંતુ સવારે તેમજ ગમે તે ટાઈમ બોલ ચાલ કરે અને હું બોલું તો ઘરમાંથી નીકળી જવા કહે આવું છેલ્લા સાઢા ચાર વર્ષથી કહે છે હું કંટાળીને પછી 181 અભયમમા કૉલ કરી દિધો. ત્યાર બાદ અભયમ ટીમ બંને પક્ષનું સાસુ વહુનું કાઉન્સીલગ કરતાં તેઓએ જણાવ્યું કે મારા દિયરના છોકરું રડે તો ધ્યાન ન રાખે તેમજ કામ કરવાં તો લાવ્યા છે એમ કહ્યું ત્યાર બાદ 181 ટીમે સાસુ ને સમજાવ્યા કે તમારી વહુને દીકરી સમજી એમના કામમાં સહભાગી થવું અને કામ બાબતે બોલચાલ ના કરે એ પણ એમના ઘર મૂકી તમે લાવ્યા તો આવ્યા છે તેમ જણાવ્યું તેમજ હાલ સાસુ સમજી અને કબુલ કર્યું કે હવે મારાથી ભુલ થઈ ગઈ તેમજ માફી માગી અને ત્યાર બાદ કાયદાકીય સલાહ સૂચનો આપી વહુ પર કામ બાબતે બોલે ના તેમ જણાવી વહુ અને સાસુ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું..

Advertisement

Share

Related posts

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચની 5 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા, હાલ 46 મુરતિયાઓ મેદાને

ProudOfGujarat

નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH) ખાતે રોબોટિક સર્જરીના તજજ્ઞ તબીબોની નેશનલ કોન્ફરન્સ RUFCON યોજાશે.

ProudOfGujarat

પત્નીની નજર સામે જ પતિએ બાઇક પરથી ઉતરી ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!