Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ચોથી વાર મંત્રી પદના શપથ લીધા હતા.

Share

વતન કુડાદરા અને પંડવાઈ અને અંકલેશ્વર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળશે.અગાઉ સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માં સંસદીય સચિવ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિવિધ જવાબદારી સંભાળી હતી.

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને સ્થાન મળ્યું છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો ) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે તેઓ ફરી એકવાર મંત્રીમંડળનો હિસ્સો બન્યા છે.તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે તેમજ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો અને આગેવાનોએ ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. તેમના સંસદીય સચિવ તરીકે પણ ફરજ બજાવી છે, જે તેમનો લાંબો રાજકીય અનુભવ દર્શાવે છે.મંત્રીમંડળમાં સ્થાન મળતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ઈશ્વરસિંહ પટેલે તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને તેમના કામને જોઈને જ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલે 1994માં ભરૂચ જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ 2002માં પ્રથમ વખત અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તાર માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહ્યા. તેમને સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માં સંસદીય સચિવ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિવિધ જવાબદારી સંભાળી છે. 2022માં તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હવે ફરી રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ મદીના હોટેલ પાછળ ના ભાગે જુગાર રમતા ચાર જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

ભરૂચ દહેજ જીઆઇડીસી વિસ્તાર માં આવેલ ઓપેલ કંપની ના વેર હાઉસ માં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……………

ProudOfGujarat

દહેજની હિન્દુસ્તાન એમ.આઈ. શ્વાકો કંપનીએ અચાનક પ્લાન્ટ બંધ કરી દેતાં તેમાં નોકરી કરતાં લેન્ડ લુઝર્સનું ભાવી અંધારમય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!