Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત, પાછળ બેસેલો શખ્સ ગંભીર

Share

નેત્રંગના મોવી રોડ પર ધોલેખામ બસ સ્ટેન્ડ પાસેની ઘટના
ભરૂચ.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ગાડીત ગામે નિશાળ ફળિયામાં રહેતાં સુનિલ સોમા વસાવાના સાળુભાઇ શંકર લક્ષ્મણ વસાવા ઘરની બાઇક લઇને ગોપાલ બાબુદાસ વસાાવ સાથે નેત્રંગ ખાતે કામ અર્થે ગયાં હતાં. દરમિયાનમાં સાંજના સમયે ગોપાલનો તેમના પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું અને તમારા સાળુભાઇ શંકર વસાવા સાથે બાઇક પર નેત્રંગથી પરત આવી રહ્યાં હતાં. તે વેળાં નેત્રંગ-મોદી રોડ પર ધોલેખામ બસ સ્ટેન્ડ પાસે તેમની બાઇક સ્લીપ થઇ જતાં શંકરને માથામાં અને શરીર પર ગંભીર ઇજાઓ થઇ છે. અને તેઓ પણ ઘવાયાં છે. આસપાસના લોકોએ 108માં જાણ કરતાં તેમને નેત્રંગ સોએચસીમાં લઇ જવાયાં છે. જેથી તેઓ તુરંત નેત્રંગ સીએચસી પહોંચ્યાં હતાં. જ્યાં તપાસ કરતાં તેમના સાળુભાઇને ગંભીર ઇજાઓ થઇ હોવાને કારણે વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તેમના તેમના સાળાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

માંગરોળ : આજથી વિદ્યા મંદિરનાં દ્વાર ખુલતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર બાયસિકલ ગૃપ દ્વારા આજરોજ ગ્રીન વહીલ પ્રોજેકટ અંતર્ગત 11 જેટલી સાયકલો જોગર્સ પાર્ક ખાતે મુકવામાં આવી.

ProudOfGujarat

લખતર ખાતે વિઘ્નહરતા ને વિદાય અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!