Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ.

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ભરૂચના પનોતા પુત્ર અને વરિષ્ઠ નેતા સ્વ.અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાયકરો અને આગેવાનોએ સ્વ.અહમદ પટેલના રાજકીય જીવન, સરળ સ્વાભાવ અને લોકકલ્યાણના અભિગમને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ.અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પિતાના દેશ અને રાજયની રાજનિતીમાં આપેલા નિષ્ઠાભર્યા અને અવિરત યોગદાન અંગે વાત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પમુખ સલીમ અમદાવાદી સહિતના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે નાંદોદ અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો

ProudOfGujarat

નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો આવ્યો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના કહે છે, “મને ખાતરી છે કે ભારત ફરી એકવાર વિશ્વ મંચ પર ચમકવાનો અને 12 વર્ષ પછી વિશ્વ કપની ટ્રોફી ઘરે લાવવાનો સમય આવી ગયો છે.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!