Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં બે જ વર્ષમાં આહિર સમાજની વાડી સમાજનું  ભવ્ય સંકુલ બનશે 

Share

ભરૂચ જિલ્લા  આહિર સમાજ ના  તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો
સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુ આગળ આવે તેવું માર્ગદર્શન અપાયું
ભરૂચ.
ભરૂચ જીલ્લા આહીર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સંસ્કાર સંભારમ  ભરૂચ ના સપ્તદીપ મેરેજ હોલ ભોલાવ  ખાતે યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જીલ્લા આહિર સમાજ ના ભાઈ બહેનો અને વિધાથીૅઓ  હાજર રહ્યા હતા
કાર્યક્રમના આહિર સમાજ ના  પ્રમુખ દિનેશભાઈ આહિરે સમાજના આર્થિક શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી અને આવનાર  બેજ  વર્ષમાં  ભરૂચ જિલ્લામાં આહિર સમાજ ની વાડી સમાજ નું  ભવ્ય સંકુલ નિર્માણ પામશે  આહિર સમાજ એકત્ર થઈ  પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી તથા સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ સમાજના વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ સમાજ ના આગેવાનો વડીલો દ્વારા આપવામાં આવી હતી સમાજના  તેજસ્વી  વિધાથીૅઓ નો સંસ્કાર સાંભળમ કરાવ્યું હતું તથા વિશેષ સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા પણ સમાજના લોકોને  વ્યસનથી દૂર રહે તેવું પણ અનુરોધ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ  સોમદાસ બાપુ તથા પ્રમુખ દિનેશભાઈ આહીર મહામંત્રી બાલુભાઇ આહીર ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહીર ખજાનચી  નટવરભાઈ આહીર  આહિર સમાજ ના માજી પ્રમુખ સુરેશભાઈ આહિર  દક્ષિણ ગુજરાત આહીર સમાજ ના ઉપ પ્રમુખ ડાહ્યાભાઈ આહીર સહિત સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

માંગરોળ : વાંકલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

આણંદ : 1485 બાળકો ખાનગી શાળાને ટાટા બાય બાય કરી સરકારી શાળામાં પ્રવેશ્યાં.

ProudOfGujarat

કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની તરફેણમાં ખુલ્લેઆમ મત ખરીદવામાં આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!