Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાતાલ પર્વ નિમિત્તે પ્રેમ અને શાંતિના સંદેશ પ્રચારાર્થે ભક્તિ સરઘસ

Share

ભરૂચ.
કેથલિક ચર્ચ અન્ડ એન્ટોન શાળા ટ્રસ્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, અખુટ પ્રેમ, અપાર આનંદ અને ભાઇચારાનું પર્વ એવા નાતાલની ઉજવણી અને પ્રભુ ઇસુની વધામણાંના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય (કેથોલિક ચર્ચ)  દ્વારા એક ભક્તિ સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે .આ ભક્તિ સરઘસ રવિવારે સવારના 9:30 વાગ્યે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ( આરોગ્ય માતા દેવાલય)થી પગપાળા નિકળી પાંચબત્તી સર્કલથી શાલીમાર ત્રણ રસ્તા, સ્ટેશન રોડ થઇ સ્ટેશન સર્કલથી પરત આજ રૂટ પરથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ( આરોગ્ય માતા દેવાલય) ખાતે પૂર્ણ કરવામાં આવશે.

Share

Related posts

આજ રોજ કારઠ મુકામે આવેલ ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ મુકામે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

વાલીયા માં શિક્ષક દંપત્તિ ડબલ મર્ડરના ગુના માં સંડોવાયેલ આરોપી જમાઈને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!