Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગણીત અને વિજ્ઞાનની પ્રદર્શની યોજાઇ

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવાર તા.૨૨ ના રોજ ગણીત અને વિજ્ઞાનની ચિત્ર પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનની ૨૦મી સદીના મહાન ગણીત શાસ્ત્રી શ્રીનીવાસ રામાનુજ ને યાદકરી એમના યોગદાનને શ્રધ્ધાજંલી આપવા માટે આજનો દિવસની ઊજવણી કરવામાં આવી.આજના વિકસીત ભારતમાં સ્વદેશી ટેકનોલોજી નો ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો.આધુનીક યુગમાં ગણીત અને વિજ્ઞાન ના મહત્વ પર ભાર મુકી ગણીત અને વિજ્ઞાન પ્રદર્શની નું આયોજન કરવામા આવ્યું હતું.આ પ્રદર્શનની નુ શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાઝુ ફડવાલા, મોટીવેશનલ સ્પીકર દીનેશભાઇ સેવક,સામાજીક અગૃણી ઇકબાલભાઇ ગોરી,મેહમુદભાઇ દરસોત,પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકો દ્વારા રીબીન કાપી ખુલ્લુ મુકાયું હતું. પ્રી પ્રાયમરી,પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગનાં વિદ્યાર્થીઓએ ગણીત અને વિજ્ઞાન ના શિક્ષકો તેમજ કલાસ ટીચરનાં ના માર્ગદર્શન હેઠળ ગણીત અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજુ કર્યા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજના દિવસનું ખાસ મહત્વ છે.આજના દિવસ ને ગણીત દિવસ તરીકે મનાવવામાં આવેછે.આ દિવસની સમજ વિદ્યાર્થીઓ ને સ્કુલ માં ઉપસ્થીત મહેમાનો એ આપી હતી.જેવી રીતે વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનીક સી.વી.રમન દ્વારા ઇફેકટ નું સંસોધન કરવામાં આવ્યુ હતું જેના લીધે દર વષેઁ તા. 28 ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજાવાય છે.એમજ આ ૨૨ ડીસેમ્બર ના દિવસનું પણ ખબજ મહત્વ છે.આ દિવસે શ્રીનીવાસ રામાનુજ દ્વારા સંખ્યા સિદ્ધાંત,અનંત શ્રેણી ની શોધમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેની યાદમાં મનાવવામાં આવેછે.સ્કુલ દ્વારા આજ રોજ ગણીત અને વિજ્ઞાન દ્વા વિવિધ પ્રકારના મોડલ તૈયાર કરી વાલીઓની અને ઉપસ્થીત મહેમાનો ને ગણીત અને વિજ્ઞાન ના વિવિધ મોડેલ ની વિસ્તાર પુવઁક ની સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી. વાલીશ્રીઓએ પણ આ પ્રદર્શન ની ઉમળકાભેર મુલાકાત લઇ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવી પ્રોત્સાહિત કયાઁ હતા.વિધ્યાથીઁઓ દ્વારા ગણીત વિજ્ઞાન ની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતીક કાયઁકમો નું પરફોમ કરી ગણીત અને વિજ્ઞાન ની માનવ જીવનમાં અગત્યતા ની સમજ આપી હતી.
આ કાયઁકમમાં સ્સવાગત પ્રવચન સ્કુલની વિધ્યાથીઁની દ્વારા અને આભારવીધી શિક્ષીકા મારીયા કાનુગા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શનની નું આયોજન શાળાના ગણીત અને વિજ્ઞાન ના શિક્ષકો દ્વારા આચાર્ય ના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ તરીકે ભાવિશાબેન પટેલની વરણી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓગણીસા ગામની સમસ્યા અંગે રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચનાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાનાં ભાઈ રાહુલ કાયસ્થને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!