Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના જીતાલી ગામના ગોડાઉનમાંંથી 94 લાખનો દારૂ ઝડપાયો : કુખ્યાત બિશ્નોઇ ગેંગનો ગુજરાતમાં ઘુસાવાનો કારસો

Share

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી રૂપિયા 94 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.રાજસ્થાનની કુખ્યાત બીશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં પ્રતિબંધિત દારૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે. જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન રૂ. 94 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે દારૂ અને પીકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

આ કેસમાં રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બીશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો.આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનો વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઈ, મહેતા, સુરેશ ઠાકરારામ બિશ્નોઈ, ડેનીભાઈ, ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે


Share

Related posts

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મહિલાની બેગ લઈ જનારા આરોપીઓ ગણતરીના કલાકોમાં સળિયા પાછળ

ProudOfGujarat

નડિયાદ : કઠલાલમા ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગ ઓનલાઇન વેપારમાં યુવાનને રૂપિયા ૧.૪૦ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં પાણીના મુદ્દે સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!