બન્નેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન નહી થઈ શકે કહેતાં લાગી આવ્યું
દોઢ વર્ષથી ચાલતાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, પ્રેમી સામે દુષ્કરણાનો ગુનો નોંધાયો
ભરૂચ.
ભરૂચ પોલીસ હેડક્વાટર્સમાં રહેતી મહિલા પોલીસકર્મીએ આપઘાત કરવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેની સાથે કામ કરતાં પોલીસ કર્મી સાથે દોઢ વર્ષના પ્રેમ સંબંધ બાદ પ્રેમીએ બન્નેના સમાજ અલગ હોઈ લગ્ન ન થઈ શકેની કેફિયત રજૂ કરતાં મહિલાપોલીસે આંત્યંતિક પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે પ્રેમી સહકર્મી વિરુદ્ધ આપઘાત કરવા દુસ્પ્રેરણા આપવા બદલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં ગત ૨૧મી જાન્યઆરીની રાત્રે પોલીસ હેડક્વાટર્સમાં રહેતી અને એસપી કચેરીમાં એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પ્રિતી પરમારે આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. મહિલા પોલીસે આપઘાત કયાં કારણોસર કર્યો તે સહિતના પ્રશ્નો સાથે બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તબક્કે આપઘાત અંગેનો ગુનો નોંધી મામલાની તપાસ શરુ કરી હતી. પોલીસે તેના સહકર્મીઓ, પરીચિતો તેમજ સગાસંબંધીઓની પુછપરછ કરી આપઘાતનું કારણ શોધવાની કવાતયમાં હતી. પોલીસને તેના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. બીજી તરફ પોલીસે તેના મોબાઈલને એફએસએલમાં મોકલી તેમાંથી જરુરી પુરવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એલઆઈબીમાં ફરજ બજાવતી પ્રીતિ પરમારને ભરૂચ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતાં સંદિપ ગોહિલ નામના પોલીસ કર્મી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી તેઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો. અને પહેલાં તેઓએ એક બીજાને સાથે લગ્ન કરવાના કોલ દીધાં હતાં. અરસામાં બન્નેના સમાજ અલગ અલગ હોવાને કારણે તેમના લગ્ન થઈ શકે તેમ ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે પડી ભાંગી હતી. સંદિપે પણ તે લગ્ન કરી શકે તેમ ન હોવાનું જણાવતાં તેમની વચ્ચેનો પ્રેમસંબંધ તુટવાના કગાર પર હોઈ પ્રીતિએ આખરે ફાની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કરી ગળેફાંસો ખાઈ આંત્યેતિક પગલું ભર્યું હતું. ઘટનાને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસે સંદિપ ગોહિલ વિરુદ્ધ પ્રીતિને આંત્યંતિક પગલું ભરવા માટે દુધ્ધેરિત કરવા સબબની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
