Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીઓમાં સર્જાતા અકસ્માતો વચ્ચે સ્થાનિક એજન્સીઓની કામગીરી પર પ્રશ્નાર્થ

Share

સ્થાનિક એજન્સીઓ દ્વારા કંપનીમાં સલામતી, સુરક્ષાની ઝીણવટભરી રીતે તપાસ થાય તે જરૂરી

ઔદ્યોગિક એકમોમાં થતાં અકસ્માતો સ્થાનિક લોકો-કામદારો માટે જોખમી : કમલેશ પરમાર

Advertisement

ભરૂચ

ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક એકમોનો ગઢ છે. જિલ્લામાં અંકલેશ્વર, દહેજ, વિલાયત, સાયપ્પા, ઝઘડિયા, સહિતની ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જિલ્લામાં રોજગારીની તકના સ્વરુપમાં આવેલાં કેટલાંક ઉદ્યોગો લોકોના જીવ માટે જોખમી છે. ત્યારે જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં છાસવારે કોઈને કોઈ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે. અનેક દુર્ઘટનાઓમાં કંપનીમાં કામ કરતાં કામદારોને ઈજાઓ થવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાંક બનાવો એટલાં ગંભીર બન્યાં છે કે જેમાં માનવજીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.જોકે, આટઆટલાં અકસ્માતો બાદ પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી અને બીનું સંકેલવામાં આવે છે તેવા આક્ષેપ સાથે ભરૂચ તાલુકા કોગ્રેસ ઉપપ્રમુખ કમલેશ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

જેમાં તેમણે ઉમેર્યું છે કે, તાજેતરમાં અલ્કેમી ફાઈનકેમ કંપની સાથખા-જુનેદ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં બે વાર અકસ્માત સર્જાયાં છે. જેમાં કામદારોના મોત પણ થયાં છે.ભરૂચના ડે. ડાયરેક્ટર સેફટી એન્ડ હેલ્થ અને બોઈલર ઈન્સ્પેક્ટરની ભૂમિકા અને કાર્યપ્રણાલી જતા ઉત્પન્ન થાય તેવી છે. જેથી આ મામલામાં યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી તથા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વધુમાં દરેક ઔદ્યોગિક એકમોની નજીકમાં રહેલાંક વિસ્તાર તેમજ સામીણ વિસ્તારમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અરસામાં અકસ્માત કે અન્ય કઈ રીતે સર્જાયેલાં અકસ્માતોના કારણે ગામના લકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. સદનશીબે રહેણાંક વિસ્તારોમાં આવેલી કંપનીઓમાં

કોઈ મોટી દુર્ઘટના બને તો તેના કારણે આખે આખુ ગામ મોતને ભેટે તેવી દહેશત લોકોમાં પ્રસરી રહી છે. ભુતકાળમાં બ્લાસ્ટ ધડાકા જેવી પટનાઓથી ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર નિકળી આવે છે અને ભાગદોડના કારણે સ્થિતી વણસે તેવી દહેશત રહે છે. ત્યારે આવા સમયે તંત્રની ગાઈડલાઈનનું ચુસ્તપણે કંપનીઓ પાલન કરે અને તંત્ર દ્વારા પણ કડક હાથે તે નિયમોનું પાલન કરાવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Share

Related posts

બંગાળી અભિનેત્રી મલ્લોબિકા બેનર્જીએ સલમાન ખાનના બિગ બોસ 18માં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, “બિગ બોસ દ્વારા લોકો મારી વાસ્તવિક વ્યક્તિત્વ જોઈને વ્યક્તિગત રીતે મારી સાથે જોડાશે”

ProudOfGujarat

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

ProudOfGujarat

સાગબારાના દેવમોગરા મંદિર પરિસરમાંથી 215 જેટલા દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!