Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

Continental Carbon કંપની સામે અખોડ ગામ ના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ સોલંકી નો ગંભીર આરોપ, કાર્યવાહી ન થાય તો આંદોલનની ચેતવણી

Share

 

વાગરા તાલુકાના અખોડ અને ગલેન્ડા ગામની સીમામાં આવેલી Continental Carbon Eco Technology Pvt. Ltd. કંપની દ્વારા આજ રોજ વહેલી સવારે કંપની માંથી કાર્બન છોડવામાં આવ્યો હતો હવામાં ઉડતા કાર્બનના કણોના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર પ્રદૂષણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. કાર્બન બ્લેકની ઝેરી ધૂળ ઘરો, પીવાના પાણી, કપડાં અને જાહેર સ્થળો પર ચોંટતી હોવાના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.
ખાસ કરીને અખોડ ગામની શાળામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. શાળામાં કાર્બનની ધૂળ મોટા પ્રમાણમાં ઉડતી હોવાને કારણે બાળકોના પગ, કપડાં અને શરીર કાળા થઈ જાય છે. સરપંચ ની લેખિત ફરિયાદ મા જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ઘરના અંદર પણ કાર્બનના કણો જમા થતા હોવાથી દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે.
આ ગંભીર મુદ્દે અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી દ્વારા અગાઉ લેખિતમાં સત્તાધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત તા. 11 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અખોડ ખાતે યોજાયેલી રાત્રિ સભામાં પણ આ મુદ્દો સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. છતાં આજ સુધી કોઈ અસરકારક અને કડક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેદછાદ થતી હોવા છતાં જો પ્રશાસન ચૂપ રહેશે તો ગામના લોકો મજબૂર બની ઉગ્ર આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવશે.” તેમણે કંપની સામે તાત્કાલિક તપાસ, ઉત્સર્જન નિયંત્રણ, પર્યાવરણીય શરતોના પાલનની ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો બાળકો અને સામાન્ય નાગરિકોના આરોગ્ય તેમજ પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે તો જવાબદાર વિભાગો કેમ નિષ્ક્રિય છે? લોકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને પર્યાવરણ તથા જાહેર આરોગ્યની રક્ષા માટે કડક પગલાં લે જો કંપની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે તો કંપની સામે ઉગ્રઆંદોલન કરવામાં આવેશે તેમ અખોડ ગામ ના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ સોલંકી જણાવી રહ્યા છે. હવે મિત્રો જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવાનો મેળો બંધ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

નર્મદા ચોકડી નજીક એસ.ટી બસનો અકસ્માત.એસ.ટી બસ પલ્ટી ખાતા ૨ કલાકની જહેમતે બસને સીધી કરાતા મુસાફરોમાં હાશકારો…

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!