Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના બાકરોલ ગામ પાસે કચરાના ઢગલામાં આગ : લાશ્કરોએ દોડી આવી કાબૂ મેળવ્યો

Share

અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી

અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ ઘનધોર ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા,જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવાની માહિતી પ્રાપ્ત નથી.આ બનાવની જાણ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરતા છ દુકાનદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

ProudOfGujarat

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!