Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં 14 માર્ચે નેશનલ લોક અદાલતનું આયોજન

Share

 

– કેસના ઝડપી અને સુખદ નિકાલ માટે પક્ષકારો અને વકીલોને જોડાવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની અપીલ

Advertisement

ભરૂચ.

ભરૂચ જિલ્લામાં ન્યાયીક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી આગામી 14 માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ જજની સુચના અનુસાર જિલ્લાની તમામ લોક અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે.

લોક અદાલતમાં કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હોય તેવા અને પ્રિ-લિટિગેશન (કોર્ટમાં કેસ દાખલ થયા પહેલાની સ્થિતિ) એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરશે. જેમાં મુખ્યત્વે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ – 138 હેઠળના ચેક બાઉન્સના કેસો અને બેંકના લેણાં અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર (ક્લેઇમ) અને મજુર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત – માલિકના વિવાદો, મનાઈ હુકમ અને સુખાધિકારના દાવાઓ અને વીજળી અને પાણીના બિલોના સમાધાનપાત્ર કેસો તેમજ કર્મચારીઓના પગાર-ભથ્થા અને નિવૃત્તિના લાભો અંગેની સર્વિસ મેટરો અંગેલોક અદાલતમાં નિકાલ કરાશે.

જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ચેરમેન અને કુલ ટાઈમ સેક્રેટરી પી.પી.મોકાશીએ જણાવ્યું હતું કે, પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી કેસનો નિકાલ લાવવા ઇચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર.. (02642) 221489 ઉપર સંપર્ક કરી શકાશે.


Share

Related posts

આઈસર ટેમ્પાએ મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નં. 1 માં 5 લાખના ખર્ચે ત્રણ અલગ-અલગ કામોનું ખાતમુહૂર્તકરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ફુડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાંથી ક્રુડ ઓઇલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!