Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરમાં પરિવાર 1 વર્ષની પુત્રીના મૃત્યુની વિધી માટે વતન ગયો ને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

Share

અંકલેશ્વર ના કોસમડી ગામની શ્રી બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિક બહારગામ હોવાથી કેટલીક મત્તાની ચોરી થઇ તે જે તે સમયે સ્પષ્ટ ન હતુું. જોકે, જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. દરમિયાનમાં પરિવાર પરત આવતાં કુલ 90 હજારની ચોરી થઇ હોવાનું જણાયું હતું.
અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી બંગ્લોઝ માં આવેલ 71 નંબરના બંગ્લોઝમાં રહેતાં રણજીત મદનલાલ રાજભર સિવિલ કોન્ટ્રાક્ટર છે. તેમની 1 વર્ષની પુત્રીનું મૃત્યુ થતાં તેઓ પરિવાર સાથે બિહાર તેમના વતને ગયું હતું. દરમિયાનમાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાનો નકુચા તોડી ઘર માં પ્રવેશ કર્યો હતો અને વિવિધ રૂમમાં ખાંખાખોળા કરી સમાન વેર વિખેર કરી નાખ્યો હતો. જોકે, પરિવાર ન હોવાને કેટલાની ચોરી થઇ તે સ્પષ્ટ થયું ન હતું. પોલીસે પરિવારજનોને જાણ કરતાં તેઓ પરત આવતાં તેમણે તપાસ કરતાં તેમના મંદિરવાળી તિજોરીમાંથી 90 હજારની મત્તાની સોનાની ચેઇનની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share

Related posts

રક્ષાબંધન : માત્ર બહેન ભાઈને નહીં, દેરાણી ભાભીને, દાદી પૌત્રને અને પત્ની પતિને બાંધે છે રાખડી

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

ProudOfGujarat

ભરુચ જિલ્લા પંચાયત ખાતેથી મોબાઇલ આરોગ્ય સેવા વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!