Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગો માટે અનાજ કિટ વિતરણ કાર્યક્રમ

Share

 

હોળી-ધુળેટીના રંગોત્સવ અને પવિત્ર રમઝાન માસના પાવન અવસરે માનવતા અને સેવાનો અનોખો સંગમ સર્જતો વિશેષ કાર્યક્રમ મકતમપુર સ્થિત જ્ઞાનસાધન આશ્રમ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ-નર્મદા જિલ્લા શાખા અને ડેકન કંપની, અંકલેશ્વર ના સંયુક્ત ઉપક્રમે આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમ અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના ૨૫૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોને અનાજની કિટ તથા ચવાણાના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ધુળેટીનો પર્વ ખુશીઓ અને રંગો વહેંચવાનો સંદેશ આપે છે, જ્યારે રમઝાન માસ દાન, સહાનુભૂતિ અને કરુણાની ભાવના મજબૂત બનાવે છે.

આ બંને પવિત્ર અવસરને એક સાથે ઉજવી દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા શુભ હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવા, સહકાર અને એકતાની ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમથી દિવ્યાંગોમાં આનંદ અને કૃતજ્ઞતાની લાગણી પ્રસરી ગઈ હતી.


Share

Related posts

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી નો મામલો, ભરૂચ માં રજપૂત સમાજ દ્વારા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી.

ProudOfGujarat

મને કેમ જૂએ છે કહીં મહિલાએ તકરાર કરતાં મામલો બિચકતાં બન્નેના પરિવાર બાખડયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!