Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચને મળશે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, યુવા ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળશે

Share

ભરૂચ:
ભરૂચ શહેરના નાગરિકોની સુખાકારી અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 5 કરોડના ખર્ચે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્ષમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ અને બેડમિન્ટન કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ રૂ. 108 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ રકમથી જીમ માટે આધુનિક સાધનો, ઇન્ડોર ગેમ્સ માટેના સાધનો તથા ‘બોક્સ ક્રિકેટ’ જેવી વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

Advertisement

આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર દ્વારા રૂ. 10.91 કરોડના ખર્ચે વધુ એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં લોકાર્પણ માટે તૈયાર છે. આ બંને પ્રોજેક્ટથી ભરૂચના ખેલાડીઓને સ્થાનિક સ્તરે જ રાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે.


Share

Related posts

મધ્યપ્રદેશમાં પણ AAP ની એન્ટ્રી થતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ નેતા અને દંડકની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

વિરમગામ નગરપાલિકાના ખાતે પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!