Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે 38 પીડિતોને ₹3.46 કરોડથી વધુની રકમ પરત

Share

“તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી
ભરૂચ :
ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત આપતી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. તા. 20 માર્ચ, 2026ના રોજ “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કુલ 38 અરજદારોને રૂપિયા 3,46,89,074 જેટલી રકમ પરત અપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદિપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અજિતકુમાર મીણા ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલની દેખરેખમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ. ડોડિયા અને તેમની ટીમે સમગ્ર પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

માહિતી મુજબ, ઓનલાઈન ફ્રોડના ભોગ બનેલા અરજદારો દ્વારા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ઝડપી કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરી, વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાયેલા આશરે ₹3.50 કરોડમાંથી મોટો હિસ્સો કોર્ટના આદેશથી પરત અપાવવામાં સફળતા મેળવી હતી.

Advertisement

માર્ચ-2026 દરમિયાન યોજાયેલી લોક અદાલતમાં ચીફ કોર્ટ, ભરૂચ દ્વારા 38 અરજદારોને રૂપિયા 3.46 કરોડથી વધુની રકમ પરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અનુસંધાને કોર્ટના હુકમ મુજબ આ રકમ પીડિતોને વિતરણ કરવામાં આવી હતી.

વિશેષ નોંધનીય છે કે જાન્યુઆરી 2026થી 15 માર્ચ 2026 દરમ્યાન સાયબર ફ્રોડના કેસોમાં રીફંડ કામગીરીમાં ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહી છે, આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બને ત્યારે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક સાધવો અથવા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી


Share

Related posts

સાંસદ પોલીસ સામે-પોલીસ જ લાખોનો હપ્તો લઈ દારૂ વેચાવડાવે છે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપો

ProudOfGujarat

દહેગામના પાલુન્દ્રા નજીક રિક્ષાની ટક્કરથી બાઇક સવારનું મોત

ProudOfGujarat

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલે વધુ ૧૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા પોલીસ બેડામાં ફફડાટ, ક્રાઇમ બ્રાંચના ૩ PSI સહિતને કરાયા બદલીના આદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!