Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક વેપારીને સ્ટોક માર્કેટમાં કમાણીની લાલચ આપી ૫૭.૫૩ લાખની ઓનલાઈન ઠગાઈ

Share

સોશિયલ મિડીયા પર રીલ્સ જોતી વેળાં એક એપ ડાઉનલોડ કરી હતી

ભરૂચ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Advertisement

ભરૂચ.

ભરૂચના તવરા રોડ પર નર્મદા કોલેજ પાસે આવેલી શ્રીરંગ ટાઉનશીપ સોસાયટી ખાતે રહેતાં પુષ્પેન્દ્રસિંહ ઈન્દ્રસિંહ સુણવા વેપાર તેમજ જમીનમાં ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.દરમિયાનમાં વર્ષ ૨૦૧૩માં તેઓ સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ રહ્યાં હતાં તે સમયે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટેની એક એડ આવી હતી. જેના પર ક્લિક કરતાં એક વોટ્સ એપ ગ્રૂપ ન્યુ બેરી ૧૬૮ વિઝન હબ નામના ગ્રુપમાં જોડાવા માટે જણાવતાં તેઓ તેમાં જોડાયાં હતાં.

જેમાં સ્ટોક માર્કેટને લગતાં મેસેજ આવતાં હતાં. જેમાં એનાવના લાવર પોતાને રાજેશ મોદી ગ્રુપની આસિસ્ટન્ટ હોવાનું જણાવતી હતી. તેમજ તેમાં એડમીન તરીકે મીના જોષી, રાજેશ મોદી તેમજ ન્યુ બેરી ૧૬૮ કોમ્યુનિટી આસિસ્ટન્ટ નામની સ્ટોર નંબરો થકી મસેજ કરવામાં આવતાં હતાં. જે બાદ તેમાં લોકોને ભોળવીને અન્ય લિંક ડાઉન લોડ કરાવડાવી તેમજ સારો ફાયદો અપાવવાની લાલચ આપવામાં આવતી હતી. જે બાદ તેમને અળંગ અલગ આઈપીઓ ખરીદવા માટે તબક્કાવાર રીતે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ ૫૭.૫૩ લાખ રૂપિયા જમા કરાવડાવ્યાં હતાં. જે બાદ તેમણે કોઈ કારણસર રકમ ઉપાડવા જતાં વિડ્રોવલ કી લેખે ૮.૪૨ લાખ જમા કરાવ્યાં હતાં. જોકે તેમના રૂપિયા પરત નહીં નિકળતાં આખરે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

બોમ્બે હાઈકોર્ટે ઝડપી સુનાવણી કરવાની કંગનાની અરજી નકારી : કોર્ટે આપી 25 જૂનની સુનાવણીની તારીખ.

ProudOfGujarat

વડોદરાના રાવપુરા વિસ્તારમાં પોસ્ટ વિભાગ દ્વારા વરસાદમાં રાખડી પલળે નહીં તેવું વોટર પ્રુફ પોસ્ટ કવર બહાર પડાયું.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં રોડ અકસ્માત સમયે મદદ કરતાં વ્યક્તિઓને ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!