Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વર્લ્ડ ટીબી ડે નિમિતે ભરૂચ જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ : “ટીબી હારશે, દેશ જીતશે”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા

Share

ભરૂચ
દર વર્ષે 24 માર્ચે ઉજવાતા વર્લ્ડ ટીબી ડે નિમિતે ભરૂચ જિલ્લામાં ક્ષયરોગ અંગે જનજાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ટીબી રોગ વિશે જાગૃત બનાવવાનો તેમજ સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર અંગે માહિતી પહોંચાડવાનો હતો.
આ રેલીમાં CDHO ડૉ. મુનિરા શુક્લા, RCHO ડૉ. હસમુખ, DTO ડૉ. વાય. એમ. માસ્ટર તથા DTC MO ડૉ. પૂનમ તાંબા, તાલુકા હેલ્થ ઓફિસર, NTEPના કર્મચારીઓ, નર્સિંગના વિદ્યાર્થીઓ અને જનરલ હેલ્થ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રેલી દરમિયાન ભાગ લેનારોએ ટીબી વિરોધી સૂત્રોચ્ચાર કરી “ટીબી હારશે, દેશ જીતશે” જેવા સંદેશાઓ સાથે જનજાગૃતિ ફેલાવી હતી. સાથે જ લોકોમાં ટીબીના લક્ષણો, સમયસર નિદાન અને સરકાર દ્વારા મફત ઉપલબ્ધ સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીબી એક સારવારયોગ્ય રોગ છે અને યોગ્ય સમયે તપાસ તથા સંપૂર્ણ સારવાર લેવાથી તે સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે. સરકાર દ્વારા ટીબી દર્દીઓ માટે મફત દવા અને સહાય ઉપલબ્ધ હોવાથી કોઈપણ વ્યક્તિએ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ.
આ જનજાગૃતિ રેલી દ્વારા સમાજમાં ટીબી અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો અને લોકોમાં જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે.

Share

Related posts

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં એક શખ્સના ઘરના વાડામાં ચાલતી જુગારની મહેફીલ પર દરોડો: રોકડા ૪૦ હજાર, ૫ મોબાઈલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!