Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં પેન્શનર્સ મંડળે રેલી યોજી : પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી

Share

પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈને પેન્શરોને તકલીફ વેઠવાનો વારો

1 ભરૂચ !

Advertisement

ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળ દ્વારા બુધવારે રેલી યોજી કલેક્ટર કચેરીએ એકત્ર થયાં હતાં ગુજરાત પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈને કલેક્ટરને આવેદન આપી અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈને નિવૃત્ત કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. બુધવારે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલાં પેન્શન પોર્ટલમાં ઘણીબધી ટેક્નિકલ ખામીઓ છે. ઉપરાતં તેની પક્રિયા પણ જટીલ છે. જેના કારણે નિવૃત્ત કર્મચારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેન્શન પોર્ટલનો હેતુ નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર પેન્શન ઉપ્લબ્ધ કરવાનો હતો. વાસ્તવિક સ્થિતીમાં પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને માહિતી અપડેટ કરવામાં ઘણી તકલીફો ઉભી થઈ રહી છે. ઘણા નિવૃત્ત કર્મચારીઓએ સમયસર પેન્શન ન મળવાની પણ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ પહેલાં અને પછી નિવૃત્ત થયેલાં કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચુકવણીમાં ઘણો તફાવત છે જેના કારણે સમાનતા અંગે પશ્નો ઉભા થયા છે. પેન્શનરોએ તેમના વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.


Share

Related posts

વણાકપોર ગામે કોરોના પોઝિટિવ દર્દીના પગલે આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વે હાથ ધરાયું.

ProudOfGujarat

વડોદરા પાસે નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

શહેરા: જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના ત્રાસથી મુસાફરો અને વાહનચાલકો પરેશાન અને અકસ્માતનો ભય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!