Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન, ભક્તિમય વાતાવરણ છવાયું

Share

નવરાત્રિના પાવન અવસરે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા માનવ મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

આ આયોજનમાં અંકલેશ્વર શહેરના ધર્મપ્રેમી ભક્તો અને સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, સુંદરકાંડ પાઠ અને ધાર્મિક વાતાવરણથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો.

Advertisement

ગ્રુપના આગેવાનો જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આ પ્રકારના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સમાજમાં આધ્યાત્મિકતા અને એકતા વધે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પરવીન વ્યાસ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો, જેના માટે આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

રાજપીપલા ગણેશ વિસર્જનમાં પહેલીવાર પોલીસે પીધેલાઓને પકડવાની વાન મુકવાનો નવતર પ્રયોગ આદર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લાના ૧,૦૮,૩૯૨ લાભાર્થીઓને રૂ. ૧૬,૦૧૨.૨૯ લાખની વિવિધ યોજનાકીય સહાય

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ સેવા સદન ખાતેથી મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!