Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વેજલપુરમાં પાણી માટે હાલાકી: સમય બદલાતા 10 હજારથી વધુ લોકો પરેશાન

Share

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં પીવાના પાણીના સમયપત્રકમાં કરાયેલા ફેરફારને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલતી વ્યવસ્થા મુજબ સાંજના 5 વાગ્યે એક થી દોઢ કલાક પૂરતા પ્રેશરથી પાણી મળતું હતું, જેના આધારે લોકોની દિનચર્યા ગોઠવાયેલી હતી. પરંતુ હવે નગરપાલિકાના નવા નિર્ણય બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ ભરૂચ નગરપાલિકાએ ગત 7 માર્ચથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણના સમયમાં ફેરફાર કર્યો હતો. વેજલપુર વિસ્તારમાં પાણી આપવાનો સમય સાંજના 7:15 વાગ્યે નક્કી કરાયો હતો, જે શરૂઆતમાં માત્ર એક સપ્તાહ માટે હોવાનું જણાવાયું હતું. પરંતુ હવે આ સમયપત્રક કાયમી બનાવવામાં આવ્યું છે.

Advertisement

સ્થાનિકોના આક્ષેપ મુજબ હકીકતમાં પાણી રાત્રે 7:45 થી 8 વાગ્યાની આસપાસ જ આપવામાં આવે છે અને તે પણ માત્ર અડધો કલાક માટે. ઓછા પ્રેશર અને ટૂંકા સમયને કારણે લોકોની દૈનિક જરૂરિયાતો પૂર્ણ થતી નથી. ખાસ કરીને ગૃહિણીઓ માટે રસોઈ, સફાઈ અને અન્ય ઘરકામમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

આ બદલાવથી આશરે 10 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે છે. મોડી રાત્રે પાણી મળતા બાળકોના અભ્યાસ અને પરિવારની દિનચર્યામાં પણ વિક્ષેપ ઊભો થયો છે.

સ્થાનિકોએ નગરપાલિકા સમક્ષ માંગણી કરી છે કે જૂના સમય મુજબ સાંજના 5 વાગ્યે નિયમિત અને પૂરતા સમય માટે પાણી આપવામાં આવે. જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો લોકો આંદોલનનો માર્ગ અપનાવે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.


Share

Related posts

ઝઘડીયા : રાજપારડીનાં ઉપ સરપંચ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયાં.

ProudOfGujarat

નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ખીલ્યા.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!