Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ૩૦ માર્ચે રોજગાર ભરતી મેળો, યુવાનો માટે સોનેરી તક

Share

ભરૂચ : ભરૂચ જિલ્લાના બેરોજગાર યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા તા. ૩૦ માર્ચ ૨૦૨૬ (સોમવાર) ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં SSC પાસ અથવા ITIના કોઈપણ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારનું વજન ઓછામાં ઓછું ૫૫ કિલોગ્રામ અને વય મર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના પુરુષ ઉમેદવારોને આ તક માટે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Advertisement

જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે સમયસર હાજર રહી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો. આ રોજગાર મેળો યુવાનો માટે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.


Share

Related posts

ચીખલીમાં વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધોથી ચકચારઃ હાથની નસ કાપી લોહીથી લખ્યું લવ યુ જાનુ

ProudOfGujarat

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર ડો. સુરેશભાઈ ચૌધરીના બે પુસ્તકોનું વિમોચન કરાયું.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારીની સમીક્ષા રાજ્યનાં સહકાર મંત્રીએ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!