Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના ઝંખવાવ ખાતે વિઝન ગ્રુપ ઝંખવાવ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું સફળ આયોજન

Share

વાંકલ :
દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી, લાઈફ લાઈન હોસ્પિટલ વાંકલ અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી તથા વિઝન ગ્રુપ – ઝંખવાવના સંયુક્ત ઉપક્રમે તા. 28-03-2026 ના રોજ શ્રી ક્રિષ્ના વિદ્યાલય, ઝંખવાવ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા જનરલ મેડિસિન, સર્જરી, કેન્સર, સ્ત્રી રોગ, આંખ તથા દાંત વિભાગની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે તપાસ, દવા તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં ગામના સરપંચ ઉમેદભાઈ ચૌધરી, લાઈફ લાઈન હોસ્પિટલના પ્રમુખ શિરીષભાઈ નાયક, સંજયભાઈ દેસાઈ, શાળાના ટ્રસ્ટના પ્રમુખ દીપચંદભાઈ ખત્રી,શ્રી ક્રિષ્ના વિદ્યાલય શાળાના સંચાલક નવીનભાઈ ખત્રી, મનોજ ભાઈ શાહ, બુરહાનીભાઈ ધુલિયાવાલા,જયેશભાઈ મોદી, અમિષભાઈ કોઠારી, નિલેશભાઈ ચૌધરી તેમજ વિઝન ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.
આ આરોગ્ય શિબિરમાં અંદાજે 372 જેટલા લાભાર્થીઓએ હાજરી આપી અને કેમ્પનો લાભ લીધો હતો. જેમાંથી 96 લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, વિઝન ગ્રુપ તથા સેવાભાવી કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો.

Share

Related posts

દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચમાં સતત ચોથા વર્ષે પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન

ProudOfGujarat

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં જેતપુર પી.એચ.સી.ના CHO અશોક ચાવડાનો કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ભારે ચિંતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!