Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા નજીક નેશનલ હાઇવે 56 પર ગંભીર અકસ્માત : બાઈક-કાર અથડામણમાં પતિ-પત્ની ઘાયલ

Share

 

વાંકલ.

Advertisement

વાંકલ તાલુકાના ઉમરપાડા વિસ્તારમાં નેશનલ હાઇવે નં. 56 પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક અને ફોર વ્હીલર કાર વચ્ચે જોરદાર અથડામણ થતાં પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉમરપાડા ખાતે વાડી બસ સ્ટેન્ડ નજીક ઝંખવાવથી નેત્રંગ તરફ જતાં માર્ગ પર ફોર વ્હીલર કાર (નંબર GJ15 CA 1005)ના ચાલકે ગફલતભરી અને બેફામ રીતે વાહન હંકારતાં સામે આવતી મોટરસાયકલ (નંબર GJ 30 C 0196) સાથે અથડામણ સર્જી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર સુનિલભાઈ અને તેમની પત્ની ગીતાબેનને પગ તથા ઘૂંટણના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્ત દંપતીને પ્રાથમિક સારવાર માટે ઝંખવાવ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વ્યારા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાળા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતના સભાખંડમાં વિશ્વ યોગ દિનને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષના અધ્યકક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં એકની ચપ્પુનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!