Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંસ્કાર ભારતી ટ્રસ્ટના પ્રતિનિધિઓ અમદાવાદ-સુરતના શિક્ષણ સમિટમાં સમ્માનિત

Share


નવી શિક્ષણ નીતિ, ડિજિટલ લર્નિંગ અને લીડરશિપ વિકાસ અંગે મેળવ્યું માર્ગદર્શન

ભરૂચ.

Advertisement


સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોએ અમદાવાદ અને સુરત ખાતે આયોજિત વિવિધ શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં ભાગ લઈને સમ્માન પ્રાપ્ત કર્યું છે.

અમદાવાદ ખાતે આયોજિત “Redefining Education & Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડલ જેવા અગત્યના મુદ્દાઓ પર વિશદ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ અંગે મહત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ હતી. આ અવસરે કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલને શિક્ષણ ક્ષેત્રમાં ભવિષ્યમુખી વિચારો માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

સુરત ખાતે યોજાયેલ “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યા ભવનની પ્રિન્સિપાલ શ્રીમતી શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ શ્રી દિવ્યજીતસિંહ ઝાલાને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ શ્રીમતી શૈલજા સિંહ તથા એકેડેમિક કોઓર્ડિનેટર શ્રીમતી રાધિકા પંડ્યાએ “ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ” વિષયક સત્રમાં સક્રિય ભાગ લીધો હતો.

ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓને નવી વિચારસરણી અપનાવવામાં, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવામાં અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ આપવા વધુ પ્રેરણા મળે છે.

આ કાર્યક્રમોમાં ભાગ લઈને સંસ્કાર ભારતી ટ્રસ્ટે શૈક્ષણિક ગુણવત્તા, નેતૃત્વ વિકાસ અને સતત વ્યાવસાયિક વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરી છે.


Share

Related posts

બંબાખાના જીન કમ્પાઉન્ડમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં બાંધકામ બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચમાં ફરજિયાત માસ્કનો ઉલાળિયો કરતાં પ્રજાજનો, પોલીસે મેમો-દંડ ફટકાર્યો…

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત પોલીસદળ વર્ગ-3 ની ભરતીની જાહેરાતમાં અનુસુચિત જાતિને અન્યાય થતાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!