Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પરિવાર સાસરીમાં જમવા ગયોને તસ્કરે ઘરમાંથી 1.76 હજારનો હાથફેરો કર્યો

Share

 

ઘરનો રસોડાનો દરવાજો ખુલ્લો રહી જતાં તસ્કરે લાભ ઉઠાવ્યો હોવાની શંકા

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેરના શીફા વિસ્તારમાં આવેલી જાકીરપાર્ક સોસાયટી ખાતે રહેતાં જાવેદ યાકુબભાઇ પટેલ ભરૂચના સુપરમાર્કેટમાં યુનિક ગ્રાફીક્સ નામથી પ્રિન્ટીંગનું કામ કરે છે. તેમની પત્નીનું પિયર તેમના ઘરથી નજીક હોઇ તે દિવસ દરમિયાન પિયરમાં રહે છે. અને સાંજે ઘરે આવે છે. ગત 16મી એપ્રિલના રોજ તેઓ તેમની દુકાને ગયાં ત્યારે તેમની પત્નીએ ઘર બંધ કરી નજીકમાં રહેતી માતાને ત્યાં ગઇ હતી. સાંજે તેમની પત્નીએ ઘરે આવી તેમના કપડા તેમના પેટી પલંગમાં મુક્યાં હતાં. પેટી પલંગમાં તેઓ તેમના સોનાની લગડીઓ તેમજ રોકડા 28 હજાર મુકયાં હતાં. તે તેમણે જોયાં હતાં. જે બાદ તેમનું જમવાનું પિયરમાં જ હોઇ તેમના પત્ની ત્યાં જતાં રહ્યાં હતા. જ્યારે તેઓ પણ ત્યાં પહોંચ્યાં હતાં બાદમાં બારેક વાગ્યે પરત ઘર આવ્યાં હતાં. તે જ રીતે બીજા દિવસે પણ તેઓ દુકાને જતાં પત્ની પરત તેમના માતાને ત્યાં ગયાં હતાં.જે બાદ રાત્રે ત્યાં જમીને ઘરે પરત આવ્યાં હતાં. બીજા દિવસે ઉઠીને તેમણે તેમની પત્નીને રૂપિયા મુકવા માટે આપતાં તેમણે પેટી પલંગ ખોલી જોતાં તેમાંથી સોનની લગીઓ તેમજ રૂપિયા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમને અરસામાં યાદ આવ્યું હતું કે, ગત 16મીએ તેમની પત્ની તેમના માતાને ત્યાં ગયાં હતાં. ત્યારે ઘરનો રસોડાનો દરવાજો બંધ કરવાનો ભુલી ગયાં હતાં. જેથી તે દિવસે કોઇ તસ્કરે દરવાજો ખુલ્લો રહેવાનો લાભ ઉઠાવીને ચોરી કરી ગયો હોવાની શક્યતાઓ છે. બનાવને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ખેડા : ગળતેશ્વર નવી ચેકપોસ્ટ પાસેથી દેશી પીસ્તોલ સાથે મીની ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ગોધરાના હોતચંદ ધમવાણીએ ૧૨૮ વખત રક્તદાન કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી

ProudOfGujarat

ઓવરટેક કરવા જઈ રહેલી લકઝરી થી બચવામાં ટ્રકે પલટી ખાધી,સદ્ભાગ્યે ચાલકનો બચાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!