Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વોર્ડ નંબર 8માં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોનો ઉઘડો લીધો : ગત ચૂંટણી પ્રચાર બાદ આજે મોઢા દેખાડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Share

 

ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયાં

Advertisement

ભરૂચ.

ભરૂચ નગરપાલિકાની ચૂંટણી ભારે શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. ત્યારે ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચવા હરીફ ઉમેદવારોને ધાકધમકીઓ અપાવી હોવાના ભારે આક્ષેપો પણ થયાં હતાં. ત્યાં વિકાસના નામે ભાજપ કાર્યકરો હાલમાં પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.તેવામાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં વિકાસનો ફુગ્ગો ફુટ્યો હોવાનું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારો શહેરના ભીડભંજનની ખાડી વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે જતાં યુવાનોએ તેમને વિસ્તારમાં પ્રવેશવા જ દીધા ન હતાં. ઉમેદવારોને ધક્કે ચઢાવી તેમનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યાં હતાં કે, ઉમેદવારોએ ગત ચૂંટણીમાં પ્રચાર વખતે આ વિસ્તારમાં આવ્યાં હતાં. જે બાદ એક પણ વાર મોઢુ સુધ્ધા બતાવ્યું નથી. અને હવે પુન: વોટ માંગવા આવી ગયાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમના વિસ્તારમાં કામો થયાં નથી તેવો પણ રોષ તેમણે વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારની ગટરો ઉભરાઇ જાય છે અરસામાં તેમના ત્યાં કોઇ પ્રસંગો હોય તો તેમને જાતે જ ગટરો સાફ કરવી પડે છે. યુવાનોએ ભાજપી આગેવાને જાકારો આપતાં તેમની વચ્ચે રકજક પણ થઇ હતી. તેમજ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. જોકે, માહોલ વધુ તંગ બને તેવી સ્થિતીનું નિર્માણ થતાં ભાજપના ઉમેદવારોએ ત્યાંથી આગળ વધવાને બદલે ત્યાંથી શાંતિપૂર્ણ રીતે નિકળી જવું જ મુનાસીફ સમજ્યું હતું.

 
વિરોધ થતાં વિરોધકર્તાઓ હવે પરપ્રાંતિયો બની ગયાં

વોર્ડ નંબર 8માં સ્થાનિકોએ વિરોધ કર્યાં બાદ સમગ્ર ઘટનાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ભાજપના ઉમેદવારો પર પથ્થરમારો કરનાર મહિલા તેમજ તેની પુત્રી તે વિસ્તારની મતદાર ન હોવાનું તેમજ વિસ્તારમાં આરસીસી રસ્તા બનેલાં હોવા છતા કામ થયું ન હોવાના ખોટા આક્ષેપ થતાં હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમજ પોલીસ દ્વારા વિડિયોના આધારે હુમલાખોરો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ સોશિયલ મિડીયામાં ચલાવાઇ રહ્યું છે.


Share

Related posts

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચના દરિયા વિસ્તારમાંથી જાહેરમાં આંક ફરક નો જુગાર રમતા એક ને ઝડપી પાડતી ઝઘડીયા પોલીસ

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીઓ પહેલા ભરૂચમાં રાજકિય દાવપેચ વધ્યા, દાવેદારો પ્રદેશ નેતાગીરીના સતત સંપર્ક વધાર્યા…આ વખતે નહિ મળે કે મળશે તેની ચર્ચાઓથી કાર્યલયો ગુંજયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!