Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે લેનસ્કાર્ટ બ્રાન્ચ સામે ધાર્મિક આસ્થાના સન્માન મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ

Share

અંકલેશ્વર:

શહેરના કપોદરા પાટિયા સ્થિત એપલ પ્લાઝા ખાતે આવેલી લેનસ્કાર્ટ કંપનીની બ્રાન્ચ સામે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા ધાર્મિક આસ્થાના સન્માન માટે શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

આ વિરોધ લેનસ્કાર્ટ કંપની દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક, બિન્દી, કલાવો અને અંગૂઠી જેવા ધાર્મિક પ્રતિકો પહેરીને કામ પર આવવાની મંજૂરી ન હોવાના મુદ્દે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સભ્યોએ સંપૂર્ણ શાંતિ અને સંયમ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન રાખવાની માંગ ઉઠાવી.

પ્રદર્શન દરમિયાન હાજર સભ્યોએ લેનસ્કાર્ટના કર્મચારીને તિલક લગાવીને તેમની પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો કે કોઈપણ પ્રકારનું દબાણ તો નથી ને. આ પ્રક્રિયા દ્વારા પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અંકલેશ્વરના જાગૃત નાગરિકો તેમજ વિવિધ હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકતા દર્શાવી હતી.

શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે સમાજના હિતના મુદ્દાઓ ઉઠાવતા રહેશે અને આવનારા સમયમાં પણ આવા સામાજિક તેમજ ધાર્મિક વિષયો પર જાગૃતિ લાવવાનું કામ ચાલુ રાખશે.


Share

Related posts

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે નં. 48 પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!