Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ચૂંટણી : ગણેશ પાર્કના રહિશોએ બેનરો લગાવ્યાં, પહેલાં કામ પછી મત

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યાં લોકોનો સખત વિરોધ

 

Advertisement

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં એક તરફ જ્યાં વિવિધ પક્ષો પોતાના પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે શહેરમાં લોકોનો છુપો રોષ સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ શહેરના વોર્ડ નંબર ૮માં થયેલાં વિરોધ બાદ હવે શહેરના લિંકરોડ પર આવેલી ગણેશ ટાઉનશીપના રહિશોએ પહેલાં કામ કરો પછી જ મત માંગવા આવો ના બેનર લગાવતાં રાજકિય માહોલ ગરમાયો છે.

સ્થાનિક રહિશોએ સોસાયટીની બહાર લગાવાયેલાં બેનરોને લઈને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાંય વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવા સાથે નિયમિત સફાઈ સહિતની મુળભુત સુવિધાઓ મળી રહી હતી. સ્થાનિકો દ્વારા વારંવાર સત્તાધિશો તેમજ અધિકારીઓને રજૂઆતો કરી ચુક્યાં છે. ઉપરાંત અનેક વાર વિરોધ પ્રદર્શનો પણ કરી ચુક્યાં છે. છતાં પણ તેમની રજૂઆતોને લઈને કોઈ પણ પ્રકારની સકારાત્મક કામગીરી કે જે આંખે ઉડીને દેખાય તે થઈ નથી. જેના પગલે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે તેમણે તેમની સોસાયટીમાં પ્રજાની એક જ માંગ પહેલાં કામ કરો પછી જ મત માંગવા આવો તેવા બેનર લગાવીને આવનારી ચૂંટણીમાં તેમનું મતદાન અસર પાડી શકે છે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

નગર એટલે કે નળ, ગટર અને રોડ- આ માળખાકિય જરૂરિયાતથી વંચિત એવી અમારી સોસાયટીમાં માત્ર એક જ માંગ છે કે, સોસાયટીએ રોડ, ગટર અને મીઠા પાણી માટે વર્ષોથી રૂપિયા ભર્યા છે. તો તેમને તે સહુલિયત મળે. તે અંગે પુછવામાં આવે તો અધિકારીઓ-પદાધિકારીઓ કહે છે કે તે બધું ભુલી જવાનું. જેથી લોકોએ આ વખતે રાજકારણીઓનો વિરોધ કર્યો છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણવ્યું હતું કે, તેઓ દ્વારા દરેક કક્ષાએ વારંવાર રજૂઆત કરી છે. સોસાયટીના રહિશોને માત્ર પ્રાથમિક સુવિધા મળે તેટલી જ માંગ છે પણ તે પૂર્ણ થઈ રહી નથી. ગટર લાઈનના અભાવે સોસાયટીમાં કોઈને કોઈ ઘરમાં ખારકૂવો ઉભરાઈ જવા સહિતની સમસ્યા સર્જાય છે. દર વખતે જયારે પણ ઈલેક્શન હોય ત્યારે તમારૂ કામ થઈ જશે તેમ કહે છે જોકે બાદમાં ભુલી જાય છે.


Share

Related posts

દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો માતાનો જન્મદિવસ : ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાનો અનોખો ઉપક્રમ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ની 14 શાળાઓમાં ફાયર સિસ્ટમ જ નથી, તો 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના

ProudOfGujarat

ગોધરા : નર્મદાની પાઇપલાઇનનુ સમાર કામ પુર્ણ થતા નગરજનોને રાબેતા મૂજબ પાણી પુરવઠો મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!