Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી : શનિયાગ, ત્રિકાળ આરતી અને મહાપ્રસાદ સાથે ભ્રુગુઋષિ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાશે

Share

ભરૂચ: શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભ્રુગુઋષિ મંદિર ખાતે આગામી તા. ૧૬ મે ૨૦૨૬, શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં જન્મોત્સવને લઈ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

આ પાવન અવસરે ભક્તો માટે શનિદેવના દર્શનનો સમય સવારે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ઉત્સવ દરમિયાન સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨:૦૦ વાગ્યે મધ્યાહન આરતી તેમજ સાંજે ૭:૦૦ વાગ્યે સંધ્યા આરતી યોજાશે.

Advertisement

જન્મોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન વિશેષ ‘શનિયાગ’ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકોને શનિ જન્મોત્સવમાં સહભાગી બની દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક કે કાપડથી મોઢું – નાક ઢાંકવુ ફરજિયાત બનાવાયું, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.

ProudOfGujarat

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!