Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અગાઉના ઝઘડામાં સમાધાન કરવા રસ્તામાં યુવાનને રોકી શખ્સે માર માર્યો

Share

ભરૂચ-જંબુસર રોડ પર આવેલી ભંગારની કોલોની પાસેનો બનાવ
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતો રવિન્દ્ર કનુ વસાવા તેમની પત્ની સાથે તેમની બાઇક પર સવારના સવા અગિયાર વાગ્યાના અરસામાં ભરૂચ આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ-જંબુસર રોડ પર આવેલી ભંગાર કોલોની સામે તેમના જ ગામનો સુરેશ ઉર્ફે જયેશ જશુ વસાવા તેની બાઇક લઇને ભરૂચ તરફથી આવતો હોઇ તેણે તેમને જોઇએ બુમ પાડી ઉભા રહેવા કહેતાં રવિન્દ્રએ તેમની બાઇક રોડની સાઇડમાં ઉભી રાખી હતી. અરસામાં સુરેશ ઉર્ફે જયેશે તેમની પાસે આવી રવિન્દ્રને કહેવા લાગ્યાં હતાં કે, અગાઉ જે ફરિયાદ થઇ છે તેમાં સમાધાન કરી નાંખ નહીં તો પછી તારી વાત છે તેમ કહેતાં દેવેન્દ્રએ તેમને મારે કોઇ સમાધાન કરવું નથી તેમ કહેતાં સુરેશ ઉર્ફે જયેશે અચાનક ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી નજીકમાં પડેલો લાકડાનો સપાટો લાવી તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ અસુરીયા પાટિયા પાસેથી કારમાં લઈ જવાતાં વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની ધરપકડ, લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી

ProudOfGujarat

ભરૂચમાં લવયાત્રી ફિલ્મ રીલીઝ નહીં થવા દેવા હિન્દુ સંગઠનોની રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!