Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના અનુભૂતિધામ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું સફળ આયોજન

Share

બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર નિર્માણ પર વિશેષ ભાર
ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના અનુભૂતિધામ સેવાકેન્દ્ર ખાતે તા. 8, 9 અને 10 મે 2026 દરમિયાન ત્રિદિવસીય સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારથી રવિવાર સુધી ચાલેલા આ કેમ્પમાં બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ, નૈતિક મૂલ્યો, આધ્યાત્મિક સશક્તિકરણ અને સંસ્કાર નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ત્રણ દિવસીય કેમ્પ દરમિયાન ભાગ લેનારાઓ માટે વિવિધ મનોરંજક તેમજ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેલ્યુએબલ ગેમ્સ, યોગ અને એક્સરસાઇઝ, પ્રેરણાદાયી ડ્રામા, સમૂહ પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપતી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત, સહકારભાવ, નેતૃત્વ ક્ષમતા અને સકારાત્મક વિચારશક્તિ વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન રાજયોગ મેડિટેશનના સરળ અભ્યાસ પણ કરાવવામાં આવ્યા હતા, જેના દ્વારા બાળકો અને યુવાનોને માનસિક શાંતિ, એકાગ્રતા અને તણાવમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. ભાગ લેનારાઓએ ભારે ઉત્સાહ સાથે તમામ કાર્યક્રમોમાં સહભાગી બની પોતાના અનુભવો વ્યક્ત કરતાં કેમ્પને અત્યંત લાભદાયક અને પ્રેરણાદાયી ગણાવ્યો હતો.
કેમ્પના ત્રીજા અને અંતિમ દિવસે વિશેષ “માતૃ-પિતૃ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં માતા-પિતાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ બાળકોના જીવનમાં માતા-પિતા પ્રત્યેના કર્તવ્યો અને સંસ્કારોને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા માતા-પિતાને વંદન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભાવુક અને પ્રેરણાદાયી બની ગયું હતું. આ પ્રસંગે બાળકોના હૃદયમાં માતા-પિતા પ્રત્યે આદર, પ્રેમ અને સન્માનની ભાવના વધુ મજબૂત બની હતી.
સેવાકેન્દ્રની બહેનો અને ભાઈઓએ જણાવ્યું હતું કે આવા સમર કેમ્પ બાળકોના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને સંસ્કારવાન, જવાબદાર તથા તણાવમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપે છે. સમાપન પ્રસંગે તમામ ભાગ લેનારાઓને શુભેચ્છાઓ પાઠવી પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા.
આ ત્રિદિવસીય સમર કેમ્પનો લાભ અંદાજે 150 જેટલા બાળકો તથા તેમના માતા-પિતાએ લીધો હતો. કેમ્પ દરમિયાન તમામ માટે જ્યૂસ અને નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share

Related posts

નેત્રંગનાં વડપાન ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવેલ બોર મોટર ટાંકી છેલ્લા એક વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

ProudOfGujarat

ઝઘડિયાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં દીપડાનો આતંક: ધોળીકુઈમાં ગાયનું મારણ, વાંકલ સ્ટેશન વિસ્તારમાં બે દીપડા દેખાતા ફફડાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!