Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં GUVNLના મેગા વીજ દરોડા : સાત ગામોમાં સઘન ચેકિંગ, રૂ.40.55 લાખની વીજચોરી ઝડપાઈ

Share

વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વહેલી સવારે મેગા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 40 ડિગ્રી તાપમાન વચ્ચે કરાયેલા આ આકસ્મિક વીજ દરોડામાં સાત જેટલા ગામોમાં કાર્યવાહી કરી રૂ.40.55 લાખની વીજચોરી ઝડપાઈ જવા પામી હતી.

મળતી માહિતી મુજબ સુરતના માંગરોળ સબ ડિવિઝન વિસ્તારમાં સવારે સાડા પાંચ વાગ્યાથી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 33 જેટલા વીજ અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

Advertisement

GUVNLની ટીમોએ મોસાલી, ધરમપુર, ડુંગરી, ઉમેલાવ, દેગડીયા સહિત કુલ સાત ગામોમાં વીજ દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 1408 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 57 સ્થળોએ વીજચોરી અને ગેરરીતિ મળી આવી હતી.

આ સમગ્ર ઓપરેશનમાં સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાની વિજિલન્સ ટીમો પણ જોડાઈ હતી. લાઈનલોસ તથા ગેરકાયદેસર લંગરથી વીજ પુરવઠો ખોરવાતો હોવાની મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વીજ કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગામોમાં ચેકિંગ કરતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. GUVNL દ્વારા વીજચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


Share

Related posts

અંકલેશ્વરનાં જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય કામદારોની હિજરતથી કોલોનીઓ વિરાન બનવા પામી છે.

ProudOfGujarat

जैकलिन फर्नांडीज ने अपने दबंग टूर से रिहर्सल की झलक की साझा!

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં અગર ગામ પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!